તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધરતી શૈક્ષણિક સંકુલની એલસી આપવામાં આડોડાઇ

ધરતી શૈક્ષણિક સંકુલની એલસી આપવામાં આડોડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંડીઇઓની નબળી કામગીરીના કારણે ખાનગી સ્કૂલ સંચાલકોની દાદાગીરી વધી રહી છે. 150 ફૂટ રિંગ રોડ પર હરસિધ્ધિ સોસાયટીમાં આવેલી ધરતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ રૈયાધાર પાસે ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા રામસ્વરૂપ ગોપીરામ પવાર નામના શ્રમિકને તેના ત્રણ સંતાનના લિવિંગ સર્ટિફિકેટ આપવા ધક્કા ખવડાવ્યા બાદ એક માસની ફી આપ્યા બાદ એલ.સી. આપવાનું કહેતા ડીઇઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદીના ત્રણ સંતાન આરતી, રાકેશ અને રાજેશ ધરતી શૈક્ષણિક સંકુલમાં અનુક્રમ ધો.9, 6 અને 3માં અભ્યાસ કરે છે. ફરિયાદીની આર્થિક સ્થિતિ સારી હોય ત્રણેય સંતાનોના એલ.સી.ની માગણી કરતા આચાર્યએ જૂન-2017ની ફી ભરવી પડશે તેમ જણાવી ફી ભરે તો એલ.સી નહીં આપીએ તેમ સ્પષ્ટ જણાવી દેતા ડીઇઓને રાવ કરી છે.

ત્રણ સંતાનોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલા વાલી પાસેથી ફી માગતા ડીઈઓને ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...