તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુષ્કર્મથી રહી ગયેલો ગર્ભ પડાવી નાખ્યાની હવસખોરની કબૂલાત

દુષ્કર્મથી રહી ગયેલો ગર્ભ પડાવી નાખ્યાની હવસખોરની કબૂલાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંજંગલેશ્વર વિસ્તારમાં બહેનના ઘરે રહી કારખાનામાં નોકરી કરતી યુવતીને કારખાનામાં સાથે કામ કરતા મધ્યપ્રદેશના છિંદવાડા ગામના અર્જુન દેવચંદ મારકમે લગ્નની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ હતી. મહિલા પોલીસે છિંદવાડાના દમુઆ ગામમાંથી અર્જુનને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા અર્જુને એવી કબૂલાત આપી હતી કે, તે 7 વર્ષથી રાજકોટ રહેતો હતો. સાથે કામ કરથી યુવતી સાથે પ્રેમ થઇ ગયા પછી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો, યુવતીને ગર્ભ રહી જતા લગ્ન કરવાની લાલચ આપીને દોઢ માસ પહેલા ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...