તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકસ્માતના બહાને બે કિશોરને છરી બતાવી 20 હજારની લૂંટ

અકસ્માતના બહાને બે કિશોરને છરી બતાવી 20 હજારની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઅકસ્માતનું તરકટ રચીને પૈસા પડાવતી અનેક ટોળકી સક્રિય બની છે. ગુરુવારે રાતે પ્રેમમંદિર નજીક પર ભરચક્ક ટ્રાફિક છતાં બાઇકસવાર બેલડીએ બે કિશોર સાથે વાહન અથડાવ્યા બાદ એટીએમમાં લઇ જઇ રૂ. 20 હજાર કઢાવીને લૂંટી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મવડી વિસ્તાર, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર છેલ્લા એક મહિનામાં પ્રકારે 5 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી બાઇકસવાર બેલડીએ રોકડની લૂંટ કરી છે પરંતુ, કોઇ ફરિયાદ કરવા તૈયાર હોવાથી લૂંટારાની હિંમત વધી ગઇ છે.

ગુુરુવારે રાતે 8:45 કલાકે બે કિશોર મોપેડ લઇને પ્રેમમંદિર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇકમાં આવેલા બે શખ્સે ઇરાદાપૂવર્ક મોપેડ સાથે બાઇક અથડાવ્યું હતું, કિશોરે જોઇને વાહન ચલાવવાનું કહેતા બન્ને શખ્સે મોપેડ સાઇડમાં લેવડાવી ખિસ્સામાં જે કાંઇ રોકડ હોય આપી દેવાનું કહી છરી બતાવતા કિશોર ડરી ગયા હતા. ખિસ્સામાં પૈસા હોવાનું કહેતા બન્ને કિશોરને પુષ્કરધામ મેઇનરોડ પર એટીએમ સેન્ટરમાં લઇ ગયા હતા. કિશોર પાસે ધમકીથી પાસવર્ડ મેળવીને 10-10 હજાર કરીને 20 હજાર ઉપાડી નાસી ગયા હતા. મામલે હજી સુધી ફરિયાદ નોંધાવી નથી, જો કે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

ટ્રાફિકથી ધમધમતા પ્રેમમંદિર નજીક ગુરુવારે રાતે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...