તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનેક બીમારીથી પીડાતી યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

અનેક બીમારીથી પીડાતી યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયારોડપર ખોડિયાર સોસાયટીમાં રહેતી હિરલ હસમુખરાય મણિયાર (ઉ.વ.27) નામની યુવતીએ શુક્રવારે બપોરે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતીને જન્મથી એક ખભો હતો, 1 કીડની નકામી હતી, વાલની તકલીફ હતી, નાનો ભાઇ પણ થેેલેસેમિક છે, પિતાને યાર્ડમાં પેઢી હતી પરંતુ 3 વર્ષથી પણ બીમાર રહે છે. સંજોગોમાં બીમારી હોવા છતાં પણ હિરલ અને તેનો ભાઇ છૂટક કામ કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા. શુક્રવારે બપોરે ભાઇને લોહી ચઢાવવાનું હોવાથી માતા અને ભાઇ ગયા પછી તેણે આવું પગલું ભરી લીધું હતું. અપમૃત્યુના અન્ય એક બનાવમાં મવડી વિસ્તારમાં સરદારનગરમાં રહેતી કાજલબેન મિતેષભાઇ ટીલાળા (ઉ.વ.25) અકળ કારણોસર ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ જાણવા પીએસઆઇ તળપદા તપાસ ચલાવી રહ્યા છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં કોઠારિયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા રૂપાબેન પ્રવીણભાઇ સતાપરા (ઉ.વ.37) અે લાંબા સમયથી માથાના દુ:ખાવાની બીમારીથી કંટાળી પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. 108ના ઇઅેમટીએ તપાસને અંતે મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...