• Gujarati News
  • National
  • કારખાનેદારની લૂંટી લેવાયેલી કાર ગોંડલમાંથી મળી

કારખાનેદારની લૂંટી લેવાયેલી કાર ગોંડલમાંથી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીરોડ પર જલારામ પ્લોટમાં રહેતા કારખાનેદાર ચેતનભાઇ મગનભાઇ કણસાગરાનું મંગળવારે રાતે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી 3 શખ્સે લિફ્ટ લેવાના બહાને તેની કારમાં અપહરણ કર્યું હતું. મંગળવારે મોડી રાતે મોટાદડવા નજીક જાગૃત નાગરિક વિપુલભાઇ બોરીચાએ હિંમત દાખવીને એક આરોપી રામ ડાંગરને ઝડપી લઇ કારખાનેદારને મુક્ત કરાવ્યા હતા. કારખાનેદારની કાર લઇને ભાગી જવામાં સફળ થયેલા પ્રદીપ બાવાજી સહિત બે શખ્સ હજુ પોલીસના હાથમાં આવ્યા નથી, પરંતુ ભાગી છૂટેલો પ્રદીપ બાવાજી ગોંડલમાં વોરા કોટડા રોડ પર તેના કાકાને ત્યાં રાત રોકાયાની માહિતી મળતા ઇન્ચાર્જ પીઆઇ જી.એમ.હડિયા, મદદનીશ મશરીભાઇ સહિતનો સ્ટાફ ગોંડલ પહોંચ્યો હતો. આરોપીના કાકાએ પ્રદીપ બાવાજી બુધવારે વહેલી સવારે ચાલીને ઘરે આવ્યાની અને આરામ કરી સાંજે ચાલ્યો ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા કારખાનેદારની કાર આરોપીના કાકાના ઘરથી થોડે દૂર રેઢી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...