તમંચા, કારતૂસ સાથે શખ્સ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કોઠારિયાસોલવન્ટ નજીક રસુલપરામાં રહેતા સલીમ ઉર્ફે બાબો મહમદભાઇ મલેકને પોલીસે શાપર -વેરાવળ બસ સ્ટેન્ડ નજીકથી દેશી તમંચો અને એક કારતૂસ સાથે ઝડપી લીધો હતો. શાપર બસસ્ટેન્ડ નજીક ઊભેલા ચોક્કસ વર્ણનવાળા શખ્સ પાસે ઘાતક હથિયાર હોવાની કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે શકમંદને અટકાયતમાં લઇને અંગઝડતી લેતા તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા. આરોપીએ પોતાનું નામ સલીમ મલેક અને તે રાજકોટનો રહેવાસી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની આકરી પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...