• Gujarati News
  • National
  • રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા હોળી પર્વને અનુલક્ષી દાહોદ જવા માટે એકસ્ટ્રા

રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા હોળી પર્વને અનુલક્ષી દાહોદ જવા માટે એકસ્ટ્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા હોળી પર્વને અનુલક્ષી દાહોદ જવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન રાજકોટ ડેપો દ્વારા 44 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી છે જેના દ્વારા રાજકોટ ડેપોને રૂ. 7 લાખથી વધુની આવક થઇ છે.

એસ.ટી.ડેપો મેનેજર વરમોરાએ જણાવ્યા મુજબ હોળી પર્વ પર રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી આદિવાસી સમાજના લોકો પોતાના વતન જવા માગતા હોય તેઓને કોઇ અગવડતા પડે અને સમયસર બસ મળી રહે તે માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું. હાલમાં એસ.ટી.તંત્ર દ્વારા દાહોદ જતી રેગ્યુલર બસનું બુકિંગ શનિવાર સુધીનું પેક થઇ ગયું છે. પરિસ્થિતિને ધ્યાને લઇને પાંચ દિવસ એટલે કે રવિવારથી દાહોદ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર સુધીમાં 44 એકસ્ટ્રા બસ મુકવામાં આવી હતી. એસ.ટી.તંત્ર દ્વારા દરરોજની 12 એકસ્ટ્રા બસ દોડાવવામાં આવે છે. પાંચ દિવસમાં એસ.ટી. તંત્રને રૂ. 7 લાખની આવક થઇ છે. આવક માત્ર રાજકોટ ડેપોની એકસ્ટ્રા બસોમાં થવા પામી છે જ્યારે રેગ્યુલર બસમાં થનારી આવકની હવે ગણતરી કરવામાં અાવશે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ગત વર્ષે પાંચ દિવસ દરમિયાન 13 એકસ્ટ્રાબસ દોડવાઈ હતી તેમાં રૂ઼.2 લાખ 10 હજારની આવક થઇ હતી. વર્ષે આવકમાં જંગી વધારો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...