• Gujarati News
  • National
  • ATM ચોરી: તસ્કર ગેંગને શોધવા 38 સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસાયા

ATM ચોરી: તસ્કર ગેંગને શોધવા 38 સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકોઠારિયા રોડ પર ગોવિંદનગર પાસે શ્રી કોમ્પ્લેક્સમાં આવેલી એક્સિસ બેંકનું એટીએમ ગેસકટરથી કાપીને રોકડા રૂ.18 લાખ 13 હજાર 500ની ચોરી કરીને પોલીસનું નાક કાપી જનાર તસ્કર ગેંગની ઓળખ મેળવવા પોલીસે તમામ તાકાત કામે લગાવી દીધી છે. પોલીસે 80 ફૂટના રોડથી સોરઠિયાવાડી સર્કલ અને સર્કલથી કોઠારિયા ચોકડી સુધીના વિસ્તારમાં 38 સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજ જોતા બન્ને તસ્કર એન્ડોવર કારમાં અાવ્યા હોવાનું જાણી શકાયું છે, પરંતુ બુકાની બાંધી હોવાથી ઓળખ મેળવવી મુશ્કેલ બની છે. ભાવનગરમાં પણ ઢબે એટીએમમાંથી ચોરી થઇ હોવાથી બન્ને ચોરીમાં એક આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે.

પોલીસ માટે પડકારજનક ચોરીનો ભેદ ઉકેલવા ડીસીપી એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.કે.ગઢવી, ફોજદાર એમ.જે.ધાંધલ, મદદનીશ નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે ગોવિંદનગરને જોડતા ત્રણેય રોડ પરથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. માત્ર 25 મિનિટમાં લાખોની ચોરીને અંજામ આપીને પલાયન થઇ ગયેલા તસ્કરે ચોરી માટે એન્ડોવર કારનો ઉપયોગ કર્યાનું સીસીટીવી ફૂટેજ પરથી પોલીસ જાણી શકી છે. ચોરીના સમય દરમિયાન એન્ડોવર કાર ટર્ન લઇને આવે છે, તેમાંથી બે શખ્સ ઉતરે છે અને અેટીએમ છે બિલ્ડિંગ તરફ જતા દર્શાય છે, પરંતુ રાતના અંધારાં અને લોંગ ડિસ્ટન્સના કારણે કારના નંબર કે આરોપીના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. તસ્કરોએ એટીએમ તોડ્યા પછી કારને એટીએમ સુધી લઇ આવ્યાની ચર્ચા પોલીસના કાન સુધી પહોંચી છે. જો કે, પોલીસને નજરે જોનાર કોઇ વ્યક્તિનો સંપર્ક થઇ શક્યો નથી કે એવી કોઇ વ્યક્તિ પોલીસને માહિતી દેવા આવી હોવાથી દિશામાં પણ તપાસ થઇ રહી છે.

ભાવનગરમાં ગેસકટરથી એટીએમ કાપીને થયેલી ચોરી અને રાજકોટમાં થયેલી ચોરીમાં એક મોડસ ઓપરેન્ડી હોવાથી બન્ને ચોરીમાં એક ગેંગ હોવાના તારણ ઉપર પહોંચેલી પોલીસે વધુ વિગત મેળવવા ભાવનગર પોલીસનો સંપર્ક કરી માહિતીની આપ-લે કરી હતી. જોકે, બનાવના 48 કલાક પછી પણ મહત્ત્વની કહી શકાય તેવી એક પણ કડી પોલીસને મળી નથી.

વિવિધ દિશામાં તપાસ

શહેરપોલીસને પડકાર ફેંકનાર તસ્કર ગેંગને ઝડપી લેવા પોલીસે સૌરાષ્ટ્રભરના બાતમીદારોને કામે લગાડ્યા છે. ઉપરાંત વિવિધ શહેરોમાં પ્રકારની થયેલી ચોરીમાં સંડોવાયેલી ગેંગ અંગેની માહિતી એકઠી કરવા પોલીસની એક ટીમ કામે લાગી છે.

સીસીટીવીમાં કેદ તસ્કર

તસ્કરે એન્ડોવર કારનો ઉપયોગ કર્યાનું ખુલ્યું, ભાવનગરમાં પણ રાજકોટ જેવી સ્ટાઈલ હોવાથી ભેદ ઉકેલવા ભાવનગર પોલીસનો સંપર્ક કરાયો

એટીએમ કાપીની 18.13 લાખની થયેલી ચોરીમાં પોલીસ દિશાવિહીન

અન્ય સમાચારો પણ છે...