• Gujarati News
  • National
  • એક વર્ષમાં 11 ચોરી કરનાર તસ્કર ઝડપાયો

એક વર્ષમાં 11 ચોરી કરનાર તસ્કર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રેસકોર્સગ્રાઉન્ડમાં આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક શંકાસ્પદ શખ્સ ઊભો હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના અાધારે રેસકોર્સ દોડી જઇ જામનગરના હવાઇ ચોક પાસે આવેલા ભણસાળીવાડમાં રહેતા સાગર રસિક રાજા નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેની તલાશીમાં રોકડા 25 હજાર મળી આવ્યા હતા, જ્યારે તેની પાસેથી કબજે કરેલા વાહન અંગે પૂછપરછ કરતા તે ચોરાઉ હોવાની કેફિયત આપી હતી.

વિશેષ પૂછપરછમાં તેણે રાજકોટ શહેરનાં જુદા જુદા 11 વિસ્તારોમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડેકી તોડી અંદરથી રોકડની ચોરી કર્યાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...