• Gujarati News
  • National
  • રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સેમિનાર યોજાયો

રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇપણ કામ અશક્ય નથી જરૂર છે પ્રબળ ઇચ્છા શક્તિ અને ઝઝૂમવાની શરૂઆત હંમેશાં નાની હોય છે અને સફળતા એટલી મોટી હોય છે તેમ ગોપાલ સ્નેકસના એમ.ડી. બિપિનભાઇ હદવાણીએ જણાવ્યું હતું.

રાજકોટ મેનેજમેન્ટ એસો. દ્વારા ઉદ્યોગના વિકાસ-નફા તથા નાણાકીય જરૂરિયાત અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમાં એસો.ના પ્રમુખ ચેતનભાઇ કોઠારી, મેનેજમેન્ટ એક્સપોર્ટ જયંત કોટેચા તથા રામબરછાએ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. બિપીનભાઇ હદવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં કયારેય પણ કોઇએ પોતાની પ્રોડક્ટમા ક્વોલિટી નબળી રાખવી જોઇએ નહીં. જેટલી ક્વોલિટી સારી હશે એટલા વધુ લોકો સ્વીકારાશે. ગ્રાહકના ભોગે નફાને મહત્ત્વ આપવું જોઇએ નહીં. કારણ કે નફો ધીમું ઝેર છે. ઉદ્યોગમાં નફાને બદલે ગ્રાહકને મહત્ત્વ આપવું જોઇએ. ચેલેન્જથી ગભરાવું નહીં તેને સ્વીકારવાથી નવી તક મળશે. દરેક કંપનીના વિકાસમાં કર્મચારીનો રોલ મહત્ત્વનો છે અેની કામગીરી પ્રમાણે અેમને પુરું વળતર આપવું સફળ બિઝનેસમેનની નિશાની છે, તેમજ સાચા સમયે સાચા નિર્ણયો લેવામાં આવશે તો ઉદ્યોગને ચાર ચાંદ લાગી જશે. મેનેજમેન્ટ એક્સપોર્ટ જયેશ કોટેચાએ જણાવ્યું હતું કે, જૂના મશીનને ભંગાર ના સમજી તેની જાળવણી કરી વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...