• Gujarati News
  • National
  • નવા એરપોર્ટ માટેનો ટેક્નિકલ સરવે શરૂ

નવા એરપોર્ટ માટેનો ટેક્નિકલ સરવે શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનીભાગોળે હિરાસર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું નવું એરપોર્ટ બનાવવા માટે નક્કર કહી શકાય તેવી કામગીરી શરૂ થઇ છે. ટેક્નિકલ સરવે માટે એરપોર્ટ ઓથોરિટીના એન્જિનિયરિંગ વિભાગના જનરલ મેનેજર, અધિક જનરલ મેનેજર સહિતના અધિકારીઓની ટીમે પડાવ નાખ્યો છે.

શનિવારે એરપોર્ટ ઓથોરિટીના એન્જિનિયરિંગ વિભાગના જનરલ મેનેજર અશોકકુમાર, અધિક જનરલ મેનેજર અતુલ અગ્રવાલ, બી.કે.દાસ, સુભાષ શર્મા સહિત પાંચ અધિકારીઓની ટીમ રાજકોટ આવી હતી. રાજકોટને મળતો એર ટ્રાફિક, ઉતરાણ, ચઢાણ, વિન્ડ ડીરેકશન, પાણીનો નિકાલ, ઓઇલ ટેસ્ટિંગ, ફ્લાઇટ પાર્કિંગ ક્ષમતા, સોઇલ ટેસ્ટ સહિતની બાબતનો ટેક્નિકલ સરવે કરવામાં આવશે. તેનો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને સોંપાયા બાદ આગળની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...