તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત શખ્સ રિમાન્ડ પર

પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત શખ્સ રિમાન્ડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડપંથકમાં એકાદ વર્ષ સુધી આતંક મચાવનાર કુખ્યાત જનકસિંહ ચૌહાણ ઝડપાયા બાદ ધ્રોલ નજીક પોલીસ પર ખૂની હુમલો કર્યો હતો. હુમલા કેસમાં ધ્રોલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેને બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.

કાલાવડના નવાગામ, જામવાડી સહિત દશેક ગામોમાં ખેડૂતો પર હુમલો, લૂંટ, ચોરી, આગજની સહિતના ગુનાઓ આચરી માછરડા ગામના જનકસિંહ તખુભા ચૌહાણે આતંક મચાવ્યો હતો. કાલાવડ, ભાવનગર, રાજકોટ, ઉપલેટા અમરેલી, જામનગર સહિતના શહેરોમાં સેંકડો ચોરી કરનાર જનકસિંહ ચોરાઉ માલ કાલાવડ પંથકના કેટલાક લોકોને સસ્તાભાવે આપી દેતો હતો. કાલાવડ પંથક અને પોલીસ માટે માથાનો દુખાવો બનનાર આરોપીને અંતે જામનગર એલસીબીએ મંગળવારે રાત્રે ભાવનગર પંથકમાંથી દબોચી લીધો હતો.

મંગળવારે રાત્રે જનકસિંહને લઇ જામનગર પોલીસ ખાનગી વાહનમાં જામનગર આવી રહી હીત અને ધ્રોલ નજીક પહોોંચ્યા હતા ત્યારે કારમાં પાછળ બેઠેલા જનકસિંહે કાર ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ સોઢાનેહાથકડી ફટકારી સ્ટિયરીંગ પર ઝપટ મારી કાર પલ્ટી ખવડાવી દીધી હતી. ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનોંધ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસમેન પર હુમલો કરતા કાર પલટી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...