તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ.1000નું એક ટ્રી ગાર્ડ! ચોમાસું શરૂ થઇ ગયું ત્યારે છેક પિંજરાનો કોન્ટ્રાક્ટ

રૂ.1000નું એક ટ્રી-ગાર્ડ! ચોમાસું શરૂ થઇ ગયું ત્યારે છેક પિંજરાનો કોન્ટ્રાક્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનેગ્રીન સિટી બનાવવા માટે થતા આયોજન ગોકળગાયની ગતિથી ચાલી રહ્યા છે તેનો વધુ એક દાખલો બેઠો છે. ચોમાસું શરૂ થયાને એક મહિનો વીતી ગયો ત્યારે છેક મનપાએ ટ્રી-ગાર્ડ મગાવાઇ રહ્યા છે. પણ રૂ.1000 લેખે સપ્લાયરને કોન્ટ્રાક્ટ આપ્યો છે. રૂ.70 લાખના ખર્ચે 7 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદ કરવામાં આવશે.

કોઇપણ કામ સમયસર થાય તો તેનો મહત્તમ ઉપયોગ થઇ શકે. પરંતુ મહાપાલિકા આદર્શને નેવે મૂકીને વર્ષો જૂની આળસુ વહીવટ કર્યા રાખે છે. આવા વહીવટની પરંપરા જાળવી રાખીને ટ્રી-ગાર્ડ મગાવવામાં આવી રહ્યા છે. ચોમાસુ શરૂ થયાને એક મહિનો પૂરો થઇ ગયો ત્યારે છેક ટ્રી-ગાર્ડ મગાવાઇ રહ્યા છે. ટ્રી-ગાર્ડનો કોન્ટ્રાક્ટ મનપાના સ્ટોર વિભાગ હસ્તક અપાય છે. વખતે 7 હજાર ટ્રી ગાર્ડ સપ્લાય કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તેના માટે રૂ.70 લાખનું એસ્ટિમેટ રખાયું હતું. બાલવીકૃપા ઇન્ડસ્ટ્રીઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. તેમણે 2.58 ટકા ડાઉન ભાવે ટ્રી-ગાર્ડ આપવાની ઓફર કરતા તેમને કામ આપવાની દરખાસ્ત થઇ છે.

હજુ તો કોન્ટ્રાક્ટ મંજૂર કરાશે. પછી વર્ક ઓર્ડર અને પછી છેક સ્ટોક આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પિંજરા આવી જશે તેમ જણાવ્યું હતું. આમ છતાં લોકોના હાથમાં તો અડધુ ચોમાસુ વીતી જાય પછી પિંજરા આવશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...