તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GST અંગેના પ્રશ્નો સાંભળી જોઇન્ટ કમિશનર પણ મૂંઝાયા

GST અંગેના પ્રશ્નો સાંભળી જોઇન્ટ કમિશનર પણ મૂંઝાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

જીએસટીઅંગે ઊભા થતા પ્રશ્નો હલ કરવા અને વેપારી તથા ઉત્પાદકોની સમસ્યા હલ કરવા માટે કલેક્ટર કચેરીમાં કેન્દ્ર સરકારના કોમર્સ વિભાગના જોઇન્ટ સેક્રેટરી સાજે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. બેઠકમાં રાજકોટના 30થી વધુ ઇન્ડસ્ટ્રિઝ એસો.ને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. વીડિયો કોન્ફરન્સમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા ટેક્સ કમિટિના ચેરમેને 20થી વધુ પ્રશ્નો રજૂ કર્યા હતા. જીએસટી કચેરીમાં હેલ્પડેસ્કમાં પૂરતી માહિતી મળતી નથી. ઉપરાંત અન્ય એસો.ના આગેવાનોએ પણ અલગ અલગ સમસ્યા રજૂ કરતા જોઇન્ટ કમિશનર પણ મૂંઝાઇ ગયા હતા. જીએસટીના અમલમાં વેપારી, ઉદ્યેાગોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થવાના બદલે તેમાં વધારો થઇ રહ્યો છે. જેમ જેમ વેપારીઓ અને ઉદ્યોગો જીએસટીમાં વેપાર ધંધા કરી રહ્યા છે તેમ તેમ પ્રશ્નો પણ વધી રહ્યા છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસિયા અને ટેક્સ કમિટીના ચેરમેન અરૂણભાઇ મશરૂએ વીસીમાં 20થી વધુ પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે, જીએસટીનું સર્વર ચાલતું નથી અને તંત્ર 30 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવા, 20 લાખથી ઓછું ટર્નઓવર હોય તેવા વેપારીઓની નોંધણી કરાવવા સૂચના આપી છે, તેમાં મુદત વધારવી જોઇએ. એસએસએન કોર્ડમાં મોટા ગોટાળા છેેે. અનેક પ્રોડક્ટના કોર્ડ હજુ સુધી આવ્યા નથી અને જેના કોર્ડ આવ્યા તેમાં પણ ભૂલ છે.

જીએસટી કચેરીમાં હેલ્પ ડેસ્કને હેલ્પની જરૂર છે

અન્ય સમાચારો પણ છે...