તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એરપોર્ટમાં ત્રણ આતંકીએ ઘૂસી પ્લેન હાઇજેક કરી લીધું

એરપોર્ટમાં ત્રણ આતંકીએ ઘૂસી પ્લેન હાઇજેક કરી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટએરપોર્ટ પર સવારે ત્રણ આતંકીઓ ઘૂસી પ્લેન હાઇજેક કર્યાનું અને પોતાની પાસે હિથાર હોવાનું તેમજ પૈસા માગી રહ્યા હોવાની જાણ થતાં એરપોર્ટની સીઆઇએસએફ તંત્ર એલર્ટ થઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ખૂદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી, એસીપી, એસઓજીના પીઅાઇ, ક્રાઇમ બ્રાંચ, બોમ્બ સ્કવોર્ડનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા આખું પોલીસતંત્ર સાબદું થયું હતું. એરપોર્ટ પર તૈનાત સીઆઇએસએફ અધિકારીઓ અને ટીમે તાકીદે એકશનમાં આવી જઇ આંતકીઓને કાબૂમાં લીધા હતા. અને ત્રણેય આતંકીઓને પકડવામાં તંત્રને સફળતા મળી હતી. આતંકીઓ પાસેથી હથિયારો સહિતના મુદ્દામાલ કબજે કર્યા બાદ ત્રણેય આતંકીઓને પોલીસને સોંપ્યા હતા. પોલીસના જવાનોએ પ્રેક્ટિકલ ઓપરેશન હાથ ધર્યું હતું. મોકડ્રીલ દરમિયાન એરપોર્ટ પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા અને એક કલાક સુધી દિલધડક દૃશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...