તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કારોબારી અંગે વિકાસ કમિશનર કાર્યવાહી કરી શકે

કારોબારી અંગે વિકાસ કમિશનર કાર્યવાહી કરી શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર | રાજકોટ

જિલ્લાપંચાયતમાં કોંગ્રસના નારાજ સભ્યો કારોબારીના એજન્ડામાં પૂરતી વિગતો નથી તેવી રાજ્ય વિકાસ કમિશનરને રજૂઆત કરતા વિકાસ કમિશનરે કારોબારી બેઠક બોલાવવા સામે સ્ટે આપ્યો હતો. જેની સામે કારોબારી ચેરમેન અને પંચાયતના સભ્યો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે વિકાસ કમિશનર કાયદા મુજબ કાર્યવાહી કરી શકે છે તેવું ડાયરેકશન આપતા ફરી કારોબારીનો પ્રશ્ન વિકાસ કમિશનર પાસે ગયો છે. કેસની હિયરિંગ 27 જુલાઇના રખાયું છે.

સ્ટેના વિરૂધ્ધમાં રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયા, ભાવનાબેન ભૂત, કુસુમબેન ચૌહાણ, વિપુલ ધડુક, નાનુ ડોડિયા, વિજયાબેન રમેશ અને રાનીબેન સોરાણીએ રાજ્યના વિકાસ કમિશનર તથા પંચાયતના સભ્ય મનોજ બાલધા તથા સુભાષ માકડિયા વિરૂધ્ધની રીટ કરી હતી. જેમાં હાઇકોર્ટ ડાયરેકશન આપતા જણાવ્યું છે કે, વિકાસ કમિશનર પંચાયતના સભ્યોએ કરેલી રજૂઆત બાદ કાયદા મુજબની કાર્યવાહી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...