તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CCTV પ્રોજેક્ટ : CP ગેહલોતે જાતે 50 પોઇન્ટ પર માર્કિંગ કર્યા

CCTV પ્રોજેક્ટ : CP ગેહલોતે જાતે 50 પોઇન્ટ પર માર્કિંગ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીસુરક્ષા અને સલામતી ટ્રાફિક વ્યવસ્થા તેમજ ગુનાખોરીને અંકુશમાં લેવા માટે શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા રૂ.30 કરોડના ખર્ચે શહેરને જોડતા તમામ માર્ગ તેમજ મુખ્ય ચાર રસ્તા, ટ્રાફિક સિગ્નલ, જાહેર બગીચા, મુખ્ય બજારોને 968 સીસીટીવીથી સજ્જ કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થઇ ગયું છે. પ્રાથમિક તબક્કે 400 કેમેરા મૂકવાની યોજના છે, કયા કયા સ્પોટ પર કેવા એંગલથી કેમેરા ગોઠવવા તે અંગે કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર પોતે સ્થળ પર વિઝિટ કરીને માર્કિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે એમણે પણ સૂચના પ્રમાણે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ શરૂ કરી દેતા 15 ઓગસ્ટ સુધીમાં સીસીટીવી પ્રોજેક્ટનું કામ પૂરું થઇ જવાની કમિશનરે સંભાવના વ્યક્ત કરી છે.

કમિશનર અનુપસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે, સીસીટીવીથી સજ્જ કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપી દેવાયો છે. કુલ 125 પોઇન્ટ પર 968 કેમેરા મૂકવાની યોજના છે. જે પૈકી 50 પોઇન્ટની વિઝિટ લેવાઇ ગઇ છે. જે પોઇન્ટની વિઝિટ લેવામાં આવી છે ત્યાંના તૈયાર કરાયેલા મેપ એપ્રૂવ્ડ કરતા જઇએ છીએ. મેપના આધારે કોન્ટ્રાક્ટર દ્વારા વાયરિંગ માટેના કામનો પ્રારંભ કરી દીધો છે.15 ઓગસ્ટ પહેલાં પ્રથમ તબક્કના 400 સીસીટીવી ગોઠવવાની કામીગીરી પૂર્ણ થઇ જશે અને સંભવત 15 ઓગસ્ટથી શહેરના રાજમાર્ગો, ટ્રાફિક સિગ્નલ, જાહેર બગીચાઓ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ સીસીટીવીની નજર ગ્રહણ હેઠળ આવી જશે.

રાજકોટમાં 15 ઓગસ્ટ સુધીમાં 400 કેમેરા કાર્યરત થઇ જવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...