તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જંકશનપ્લોટ શેરી નં 11, સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં ગુરુપૂર્ણિમાની ભાવભેર

રાજકોટ | જંકશનપ્લોટ શેરી નં-11, સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં ગુરુપૂર્ણિમાની ભાવભેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જંકશનપ્લોટ શેરી નં-11, સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી થઇ હતી. અહીના ગાદીપતી તરીકે બિરાજતા ગુરુ પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી ગાયત્રી માતાના પરમ ઉપાસક છે. છેલ્લા 32 વર્ષની સાધનામાં અત્યાર સુધીમાં 17 કરોડ, 60 લાખ ગાયત્રી મંત્રજાપની સાથે 928 ગાયત્રી યજ્ઞ પૂર્ણ કર્યા છે. મનોજભાઇ આચાર્ય, નવીનચંદ્ર દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સ્વરૂપાનંદજી ભૌતિક નામ ડો.ઇન્દ્રવદન આચાર્ય છે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં 2001માં પ્રિન્સિપાલ પદે સેવા આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી 1974માં પીએચડીની પદવી મેળવી હતી. જેનો વિષય સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસશનો ઇતિહાસ હરપાળદેવ મકવાણાથી 1948 સુધી અને 1985માં જીવનમાં પરિવર્તન આવતા 2 જુલાઇ 1985 ગુરુપૂર્ણિમાના દિવસે ગાયત્રી મંત્રજાપ અનુષ્ઠાનનો પ્રારંભ કરાયો હતો. અન્નપૂર્ણા ભોજનાલયમાં નયનાબેન આચાર્ય, પ્રવીણાબેન દોશીએ સેવા બજાવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ લીધો હતો.

સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ રાજકોટમાં ભાવભેર ઉજવાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...