તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્યુબિલી માર્કેટ માટે કન્સલ્ટન્ટની શું જરૂર?

જ્યુબિલી માર્કેટ માટે કન્સલ્ટન્ટની શું જરૂર?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમાંસૌથી જૂની જ્યુબિલી શાકમાર્કેટના સ્થળે હયાત બાંધકામ તોડી તેની જગ્યાએ પાંચ માળનું મલ્ટીપર્પઝ માર્કેટ બિલ્ડિંગ બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી છે. દરખાસ્ત નામંજૂર કરવા પાછળ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, માત્ર ડિઝાઇન અને સુપરવિઝન માટે કન્સલ્ટન્ટ રોકવા માટેની દરખાસ્ત હતી. મનપા પાસે ઇજનેરોનો આટલો કાફલો છે. શું તેને ધોઇ પીવાના છે. ઇનહાઉસ ડિઝાઇન સહિત પ્રોજેક્ટ તૈયાર કરાવીને આવો.

આઝાદી પૂર્વેની જ્યુબિલી શાકમાર્કેટને આધુનિક સ્વરૂપ આપવાની દરખાસ્ત રજૂ થઇ હતી. પ્રાથમિક આયોજન મુજબ પ્રથમ બે માળ પાર્કિંગ માટે રાખવા, ત્રીજા માળે શાકમાર્કેટ, ચોથા માળે ફ્રૂટના વેપારીઓને થડા ફાળવવામાં આવે અને પાંચમા માળે કોમર્શિયલ ધોરણે ઓફિસ બનાવીને વેચાણ કરીને બાંધકામનો ખર્ચ કાઢવો. પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરાવવી, પ્લાનિંગ અને ટેન્ડરનું કામ સોંપવું, બાંધકામનું સુપરવિઝન સોંપવા જેવા નજીવા કામ માટે પણ કન્સલ્ટન્ટની નિમણૂક કરી તગડી ફી ચૂકવવાની થતી હોવાથી સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે દરખાસ્ત નામંજૂર કરી હતી. પ્રોજેક્ટ કરવો હોય તો ડિઝાઇન સહિતનું પ્લાનિંગ ઇનહાઉસ એટલે કે મનપાના ખૂદના ઇજનેર પાસે તૈયાર કરાવીને આવો એવું કારણ આપીને દરખાસ્ત ફગાવી દીધી છે.

મંજૂર થયેલા અન્ય વિકાસ કામો

}વોર્ડ નં.3માં વિવિધ રસ્તાઓ રૂ.2.29 કરોડના ખર્ચે રોડ મેટલિંગ થશે.

} પારેવડી ચોકથી ભાવનગર રોડ તરફ રસ્તો પહોળો કરવા ડિમોલિશન અને અસરગ્રસ્તોને વળતરનો નિર્ણય કરવા અંગે કમિશનરને સત્તા સોંપાઇ.

} મનપાની સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર અને કૃષ્ણનગરના સિવિક સેન્ટરમાં સોલાર સિસ્ટમ મુકવા રૂ.80 લાખનો ખર્ચ મંજૂર.

} સંતકબીર રોડ રોડ પહોળો કરવા ડિમોલિશન થયા બાદ એટલા ભાગના ડેવલપમેન્ટ માટેનો ખર્ચ મંજૂર.

આટલીદરખાસ્ત ફગાવાઇ, પરત મોકલાઇ

}હોસ્પિટલ ચોક પાસે આવેલી શાળા નં.10માં રેન બસેરા બનાવવાના બદલે અન્ય સ્થળ પસંદ કરવાના કારણોસર દરખાસ્ત નામંજૂર.

} કિસાનપરા ચોક પાસે આદર્શ સોસાયટીના ખૂણે આવેલા પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ કરવા થયેલા ઠરાવ અનુસંધાને પુન:વિચારણાનો ઈન્કાર.

} વોર્ડ નં.3માં રૂખડિયા વાયરલેસ વિસ્તારમાં આંગણવાડી બનાવવા અન્ય સ્થળનો વિકલ્પ આપવાનું કારણ આપી દરખાસ્ત પેન્ડિંગ.

જરૂરિયાતમંદોને મળશે 1 થી 3 લાખમાં સ્માર્ટ ઘર

મનપાનીસ્માર્ટ આવાસ યોજનાનો પાઇલોટ પ્રોજેક્ટ ભારતનગરમાં સાકાર થવા જઇ રહ્યો છે. આવાસ યોજનામાં 30 ચો.મી.ના કાર્પેટ એરિયાનો ફ્લેટ બનાવાશે. એક ફ્લેટદીઠ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી રૂ.3 લાખની ગ્રાન્ટ મળશે. આવાસ યોજનામાં જો ટીપીના અસરગ્રસ્તો, આજી નદી કાંઠાના આશ્રિતોને લાભ આપવાનો વિકલ્પ પસંદ કરાશે તો લાભાર્થી પાસેથી માત્ર રૂ.1 લાખ લેવાશે. અને જો મુખ્યમંત્રી ગૃહનિર્માણ યોજના સંલગ્ન વિકલ્પ અપનાવાશે તો રૂ.3 લાખ લેવાશે. વિકલ્પ હવે નક્કી થશે. યોજના ઉપર સ્ટેન્ડિંગ ચેરમેને મંજૂરીની મહોર મારી દીધી છે.

રાજમાર્ગો પર એલઇડી લાઇટિંગનો ઝળહળાટ કરવાની યોજનામાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને પૂર્વ મેયર ઉદય કાનગડના પ્રયાસોથી ગોંડલ રોડ પર મક્કમ ચોકથી શરૂ કરીને ભક્તિનગર સર્કલ થઇ 80 ફૂટ અને ત્યાંથી છેક આજીડેમ ચોકડી સુધી એલઇડી લાઇટ નાખવાનું આયોજન કરાયું છે. કામ માટે અંદાજિત રૂ.93.96 લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધો છે.

મક્કમચોકથી આજીડેમ સુધી એલઇડીની ચાંદની રોશની પાથરવા લીલીઝંડી

સ્ટેન્ડિંગ ચેરમેને દરખાસ્ત ફગાવી : મનપાના ઈજનેરો ડિઝાઈન-પ્લાન તૈયાર કરશે

અન્ય સમાચારો પણ છે...