તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાડાસણની સીમમાંથી અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી

પાડાસણની સીમમાંથી અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિકાગામના પાટિયા નજીક કોથળામાંથી હત્યા કરાયેલી યુવતીની લાશ સહિતના હાડકાં મળ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં શુક્રવારે રાત્રે રાજકોટ તાલુકાના પાડાસણ ગામની સીમમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી આવતાં પોલીસની ટીમ દોડી ગઇ હતી. બનાવ કુદરતી મૃત્યુનો છે, આપઘાતનો છે કે અન્ય કાંઇ કારણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પાડાસણની સીમમાં આવેલા ખેતરના સેઢા પાસે લાશ પડી હોવાની પોલીસ કન્ટ્રોલરૂમમાં પાડાસણના કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશની પીસીઆરવેનના ઇન્ચાર્જ મહેન્દ્રબાઇ પારખિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, પાડાસણના તરુણો સીમમાં ઢોર ચરાવતા હતા ત્યારે લાશ નજરે પડતાં તેમણે ગ્રામજનોને જાણ કરી હતી અને ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

મૃતક આશરે 30 થી 35 વર્ષની વયનો છે અને તેણે ચોકડી ડિઝાઇનનો શર્ટ તેમજ દુધિયા કલરનું પેન્ટ પહેરેલું છે. મજૂર જેવો લાગતો યુવક બે દિવસ પૂર્વે મૃત્યુ પામ્યો હોઇ લાશ ફૂલાઇ અને કોહવાયેલી હતી. લાશમાં જીવાત પડી જતાં દૂર સુધી દુર્ગંધ આવતી હતી. લાશ નજીકથી મૃતકના ચપ્પલ પણ મળી આવ્યા હતાં. બીમારીથી યુવકનું મૃત્યુ થયું હતું કે બનાવ આપઘાતનો છે સહિતની બાબત સ્પષ્ટ કરવા તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. ફોરેન્સિક નિષ્ણાત પાસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવાશે અને પીએમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

કુદરતી મોત, આપઘાત કે બીજુ કાંઇ? તપાસ શરૂ

બે દિવસ પહેલા મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ

અન્ય સમાચારો પણ છે...