તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાનાભાઇના લગ્નના બે દી’ પૂર્વે ફાંસો ખાઇ યુવકનો આપઘાત

નાનાભાઇના લગ્નના બે દી’ પૂર્વે ફાંસો ખાઇ યુવકનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામનાઅક્ષરનગરમાં રહેતા ઉમેશ હીરાભાઇ બારૈયા (ઉ.વ.28)એ ગુરૂવારે સાંજે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાંં મોટો ઉમેશ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.

વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા જોકે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા થઇ ગયા હતા. બનાવની કરુણતા હતી કે, ઉમેશના નાનાભાઇ શૈલેષના લગ્ન લેવાયા હતા અને શનિવારે શૈલેષના લગ્નનો માંડવો હતો. પરિવારજનો લગ્નની ખરીદી માટે બહાર ગયા હતા અને પરત ફર્યા ત્યારે મોટાપુત્રને લટકતો જોઇ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. યુવાન પુત્રના આપઘાતથી બારૈયા પરિવારમાં લગ્નની ખુશીની જગ્યાએ શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...