તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટીપીના ઇજનેરને મનપા કચેરીમાં ફડાકા ખાવા પડ્યા

ટીપીના ઇજનેરને મનપા કચેરીમાં ફડાકા ખાવા પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખત્રીવાડમાં ચાલતા એક ગેરકાયદે બાંધકામ અટકાવતા બનેલી ઘટના

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં બાંધકામના એક ખાનગી કોન્ટ્રાક્ટર અમિત ભારત ટાંકે ટીપી શાખાના ઇજનેર નિલકંઠ ચાવડાને સરાજાહેર ફડાકા ઝીંકી દેતા ઘડીભર માટે સોંપો પડી ગયો હતો. કોન્ટ્રાક્ટરનું બાંધકામ સોનીબજાર નજીક ખત્રીવાડમાં ચાલતું હતું અને તેમાં અનઅધિકૃત બાંધકામ ચાલતું હોવાથી ઇજનેરે કામ અટકાવ્યું હતું. તેનો ખાર કોન્ટ્રાક્ટરે કચેરીમાં આવીને ઉતાર્યો હતો. કોન્ટ્રાક્ટર સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનની ટીપી શાખામાં ફરજ બજાવતા વર્ક અાસિસ્ટન્ટ નિલકંઠ ચાવડા ખત્રીવાડમાં કોન્ટ્રાક્ટર અમિત ભરત ટાંક દ્વારા ચાલતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગયા હતા. સાઇટ પરથી તગારા, બકડિયા સહિતનો માલસામાન પણ કબજે કરી લીધો હતો. વાતનો ખાર રાખીને કોન્ટ્રાક્ટર અમિત ટાંક સેન્ટ્રલ ઝોન કચેરીએ આવીને સીધો ટીપી શાખામાં ધસી આવી ઇજનેર નિલકંઠ ચાવડાને તમાચા મારી દીધા હતા. જો કે બનાવના પગલે એકઠાં થઇ ગયેલા ટીપી શાખાના અન્ય સ્ટાફે પણ કોન્ટ્રાક્ટરને મેથીપાક દીધો હતો. બાદમાં વિજિલન્સ પોલીસના હવાલે કરી દીધો હતો.

ખાનગી કોન્ટ્રાક્ટરે સરાજાહેર પરાક્રમ દેખાડ્યું

અન્ય સમાચારો પણ છે...