• Gujarati News
  • National
  • મોદીના રોડ શોના રૂટ પર વિડિયોગ્રાફી થશે

મોદીના રોડ શોના રૂટ પર વિડિયોગ્રાફી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરશે. ત્યારબાદ આજીડેમથી એરપોર્ટ સુધી તેમના રોડ શોનું આયોજન છે. જેને પગલે સલામતિના અભૂતપૂર્વ પગલાં લેવામાં આવશે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, આજીડેમથી અેરપોર્ટ જવાના રૂટ પર આજી ચોકડી, ચુનારાવાડ ચોક, ડિલકસ ચોક, પારેવડી ચોક, હોસ્પિટલ ચોક, ધરમ સિનેમા ચોક, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક સહિતના મુખ્ય ચાર રસ્તા પર હાઈડેફિનેશનના ઉચ્ચ ગુણવતાના સીસીટીવી કેમરા મુકવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર રોડ શોની વિડિયોગ્રાફી કરાશે. બીજી તરફ શહેરની તમામ હોટેલ્સ, ધર્મશાળાઓમાં ચેકિંગ શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...