• Gujarati News
  • National
  • નર્મદા નીરથી છલકાઇ ગયેલું ત્રિવેણીધામ બની ગયું પર્યટનધામ

નર્મદા નીરથી છલકાઇ ગયેલું ત્રિવેણીધામ બની ગયું પર્યટનધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌનીયોજનાથી રાજકોટનો આજી ડેમ ભરાશે એટલે રાજકોટવાસીઓને તો મોટો ફાયદો થયો છે પણ રાતો-રાત ત્રંબાના ભાવ પણ વધી ગયા છે. આજી એટલે કે બાંડિયો નદીમાં વહેતા થયેલા નર્મદા નીરને કારણે ત્રંબાના ત્રિવેણી ઘાટનો ચેકડેમ છલોછલ ભરાઇ ગયો છે અને દરરોજ રાજકોટથી 2000 જેટલા લોકો ચેકડેમમાં ધુબાકા મારવા પહોંચી જાય છે.

ત્રંબાની સીમમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે નર્મદાની લાઇનમાં ફુલ ફોર્સથી પાણી આવી રહ્યું છે અને પરિણામે બાંડિયો નદી કે જે આજી નદીમં ભળે છે તેમાં બે કાંઠે વહેવા લાગી છે. નદી ઉપર આવેલો ત્રિવેણી ઘાટ પણ ભરાઇ ગયો છે. સામાન્ય રીતે ઋષિપંચમીએ ઘાટ પર હજારો લોકો સ્નાન કરવા જતા હોય છે પણ અત્યારે તો માત્ર પાણીના ધુબાકા મારવા મોટી ભીડ જામવા લાગી છે.

ત્રંબાના ત્રિવેણી ઘાટમાં મોજ-મસ્તીના ધુબાકા.

રોજ હજારો લોકો સ્નાન કરવા ત્રંબા પહોંચી જાય છે

અન્ય સમાચારો પણ છે...