• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું

રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેનીઆતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી મેઘ મહારાજે અષાઢી બીજનું મુહૂર્ત સાચવી લીધું હતું અને રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં અમીવર્ષા કરી લોકોના હૈયાને ટાઢા કરી દીધા હતા. સવારથી બપોર સુધી સખત બફારો અને ગરમી સહન કર્યા બાદ લોકોની અકળામણને ઠારવા ખુદ વરૂણદેવ આવી પહોંચ્યા હતા.

રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં ચોમેર ઠંડક પ્રસરી ગઇ હતી. મોરબી જિલ્લામાં માત્ર મકનસરમાં ઝાપટું વરસ્યાના અહેવાલ છે જ્યારે અડધા હાલારમાં મેઘકૃપા વરસી હતી.જામજોધપુર, કાલાવડ, જામનગર, ખંભાળિયા અને ભાણવડમાં વાઝડી સાથે સાંજે વરસાદ પડવાનું શરૂ થતાં માર્ગો પાણી પાણી થઇ ગયા હતા.

જામનગર શહેરમાં પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની તોફાની એન્ટ્રી થઇ હતી. રવિવાર હોવાથી લોકોનો રજાનો મૂડ પણ ઔર સુધરી ગયો હતો. વરસાદ આવ્યા બાદ વચ્ચે મોટો ગેપ પડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ અષાઢી બીજના શુભ શુકનથી સારા ચોમાસાની આશા ફરી એકવખત જીવંત બની છે.

ગોંડલ, ધોરાજી પંથકમાં ઝાપટા

અન્ય સમાચારો પણ છે...