રાજકોટ જિલ્લા પંચાયતની સભામાં 38 પ્રશ્નો મુકાશે
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ
રાજકોટજિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા તોફાની બની રહેવાની છે તે નક્કી થઇ ગયું છે. પંચાયતના બાગી સભ્યો પોતાની દરખાસ્ત લાવશે કે નહીં તે નક્કી નથી, પરંતુ પાંચ સભ્યોને અલગ અલગ વિભાગના 38 પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં જિલ્લા પંચાયતના રિનોવેશનની કામગીરીમાં વધારાના 39 લાખનો ખર્ચ અને આરોગ્ય વિભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે
રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 30 જૂને સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોના 38 પ્રશ્નો રજૂ થયા છે. પ્રશ્નમાં ચંદુભાઇ શિંગાળાએ જિલ્લા પંચાયતની કચેરીમાં ચાલતા રિનોવેશનમાં વધારાનો ખર્ચ થઇ રહ્યો છે તે અંગે પ્રશ્ન રજૂ કર્યો છે. બાંધકામ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં હાલ 1.47 કરોડના ખર્ચે રિનોવેશનનું કામ આપવામાં આવ્યુ છે. કામના વર્ક ઓર્ડરમાં જે કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે કામ એજન્સીએ કર્યું હોવાથી વધારાનો ખર્ચ મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય સભામાં આરોગ્ય, સિંચાઇ સહિતના વિભાગોના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
સામાન્ય બાગીઓનું પાણી મપાઇ જશે
સભામાંપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન વિરુધ્ધ દરખાસ્ત લાવવા જિલ્લા પંચાયતના કોંગ્રેસના બાગી સભ્યો કાર્યરત થયા છે પ્રદેશમાંથી વ્હિપ લાવવાનું આયોજન પણ કરાયું છે. ત્યારે કેટલાક દિવસોથી ઉછળ કૂદ કરતા સભ્યોના પાણી મપાઇ જવાના છે.
રિનોવેશનમાં વધારાના 39 લાખના ખર્ચની માગ