• Gujarati News
  • National
  • શનિવારી બજારમાંથી મહિલાના પર્સની તફડંચી

શનિવારી બજારમાંથી મહિલાના પર્સની તફડંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડરોડ પર લીંબુડીવાડી નજીક જલદીપ પાર્કમાં રહેતા ઉર્મીબેન ભાવેશભાઇ ઝાલા એક માસ પહેલા મોટામવા નજીક ભરાતી શનિવારી બજારમાંથી પસાર થઇ રહ્યા હતા સમયે અજાણી મહિલા રોકડ, ઘરેણાં સહિત કુલ રૂ. 22,500ની માલમતા ભરેલું પર્સ તફડાવી ગઇ હતી. પર્સમાં સોનાના બે પેન્ડેન્ટ, વીંટી, ચાંદીના સાંકડા અને રૂ. 3 હજાર રોકડા હતા. જે તે સમયે ફરિયાદ નોંધાઇ હતી, દરમિયાન ગોંડલ રોડ પર ઝૂંપડામાં રહેતી રીટા જીતુ સોલંકી નામની મહિલાને પોલીસે શંકાના આધારે અટકાયતમાં લેતા તેણે ચોરીની કબૂલાત આપ્યા પછી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઇ જી.એસ.ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પર્સમાં સોનાના બે પેન્ડેન્ટ, વીંટી, ચાંદીના સાંકડા અને રૂ. 3 હજાર રોકડા હતા

અન્ય સમાચારો પણ છે...