• Gujarati News
  • National
  • 2.16 લાખનો દારૂ ભરેલી જીપ મૂકીને બુટલેગર ફરાર

2.16 લાખનો દારૂ ભરેલી જીપ મૂકીને બુટલેગર ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનાઅાગમન પૂર્વે શહેરમાં નાઇટ પેટ્રોલિંગ અને વાહનચેકિંગ સઘન બનાવી દેવાયું છે. શનિવારે રાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ સ્કોર્પિયોની લક્ષ્મીનગરથી રસુલપરા સુધી પીછો કરતા ચાલક જીપ મૂકીને ભાગી ગયો હતો. જીપમાંથી રૂ. 2.16 લાખની કિંમતની દારૂની 432 બોટલ મળી આવી હતી. વિગત એવી છે કે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કે.કે.જાડેજા, મદદનીશ સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજુભાઇ બાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, લક્ષ્મીનગર વિસ્તારમાં સુરેન્દ્રનગર પાસિંગની સફેદ કલરની સ્કોર્પિયો શંકાસ્પદ જણાતા તેના ચાલકને ઉભા રહેવા સંકેત કર્યો હતો. પોલીસને જોઇને ચાલેક જીપ કાંગશિયાળી રસ્તે મારી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક રસૂલપરા પાસે જીપ મૂકીને ભાગી ગયો હતો. પોલીસે દારૂ,જીપ કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...