• Gujarati News
  • National
  • જીઅેસટી એનમાં 200 કરોડ નંગ બિલ અપલોડ થશે

જીઅેસટી એનમાં 200 કરોડ નંગ બિલ અપલોડ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Q વેપારીઓજીઅેસટીનો શું કામ વિરોધ કરે છે વસ્તુઅો મોંઘી થશે ?

Aવેપારીઓહજુ જીએસટીને ઊંડાણપૂર્વક સમજ્યા નથી. જીએસટીના અમલથી વેપારીઓને ઉલ્ટાનો ફાયદો થશે. વેટમાં જે ક્રેડિટ મળતી નથી તે ક્રેડિટ બાદ મળતી થશે. વેપારી ઊંડાણપૂર્વ સમજે તે ખૂબ જરૂરી છે.

Qશુંજીએસટીના અમલથી કરચોરી બંધ થશે કેવી રીતે અટકશે ?

Aહાચોક્કસ હાલની જે પધ્ધતિ છે એમાં એક યા બીજી રીતે વેપારી કરચોરી કરી શકે છે અથવા તો પ્રોત્સાહન મળે છે, પરંતુ જીએસટી આવવાથી કરચોરી સંદતર બંધ થઇ જશે. બધું સિસ્ટેમેટિક હોવાથી વ્યવહારો સંતાડવાનો કોઇ વિકલ્પ નહીં રહે.

Qકોનેરજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, કયા કારણોસર ?

Aજેનુંટર્નઓવર 20 લાખથી વધુ છે એના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ધારે તો 0 થી રૂ. 20 લાખ ઓછું ટર્નઓવર ધરાવતા વેપારી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.. આવ કિસ્સામાં સરકાર સંબંધિત ડિપાર્ટમેન્ટ તરફથી કોઇ દબાણ નથી. રજિસ્ટ્રેશન વેપારની પ્રાણાલિકા મુજબ જરૂરી છે. જે વેપારી પાસેથી ખરીદી કરનારને ક્રેડિટ બાદ નહીં મળે.

Qનક્કીકરેલી ટકાવારી સામે વેપારીમાં ખૂબ વિરોધ છે તો શું ટેક્સના દર ઓછા થઇ શકશે ?

Aટકાવારીનાદર સંદર્ભે કોઇને વિસંગતતા હોય કે નારાજગી હોય તો તેણે જીએસટી કાઉન્સિલને રજૂઆત કરવાની રહેશે. તેમનો નિર્ણય આખરી રહેશે. વેપારીઓની વ્યથા ઉચ્ચકક્ષા સુધી પહોંચતી કરવામાં અમે ચોક્કસ મદદરૂપ બનીશું.

Qજીએસટીસફળ બનશે કેટલા બિલો અપલોડ થશે ?

Aજીએસટીસફળ જશે કે કેમ, તેનો સમગ્ર આધાર કમ્પ્યૂટર ઉપર રહેશે. જો સિસ્ટમ રાબેતા મુજબ ચાલશે તો કોઇ વાંધો નહીં આવે. સિસ્ટમમાં થોડી પણ વિસંગતતા સર્જાશે તો અાખી ચેઇન ડિસ્ટર્બ થશે. જીએસટીમાં માસિક 200 કરોડ નંગ બિલ અપલોડ થશે અને ઇન્વોઇસ પ્રોસેસ થશે. જ્યારે 2000 નોટિસ માત્ર એક મિનિટમાં ઇસ્યૂ થશે.

Qજીએસટીએન માટે પાન નંબર જરૂરી છેω ?

Aહા.એટલું નહીં જીએસટી એન માટે એક પાનનંબર ફરજિયાત બનશે. હાલમાં વેપારી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ, એક્સાઇઝ, વેચાણ વેરો, એન્ટરટેઇનમેન્ટ જેવા ટેક્સ ભરવા માટે તેમજ બેન્કમાંથી લોન લેવા માટે પણ અલગ-અલગ પાનનંબર રજૂ કરે છે. તેથી આસાનીથી કરચોરી પકડી નથી શકાતી. જીઅેસટી એનમાં એક પાનનંબર હોવાથી નંબરના આધારે તમામ ટેક્સ ચોરી પકડી શકાશે.

Qજીએસટીઆવવાથી વિકાસ કેવી રીતે શકય બનશેω ?

Aજીએસટીનાઅમલથી કોઇ નવો ઉદ્યોગ નથી આવવાનો, પરંતુ કરચોરી ઘટશે જેથી જીડીપી વધશે. એક અંદાજ મુજબ જીએસટી બાદ જીડીપી 2 ટકા સુધી વધવાની શક્યતા છે.

Qજીએસટીવેટમાં શું તફાવત છે ?

Aજીએસટીડિસ્ટિનેશન (સ્થળ) આધારિત છે જ્યારે વેટ સેલિંગ (વેંચાણ) આધારિત ટેક્સ છે. અત્યાર સુધી એવું બનતું હતું કે, જ્યાથી વેચાણ થતું હતું તે રાજ્યને આવક મળતી હતી. પરંતુ જીએસટી બાદ વેપારી જે રાજ્યનો હશે અને ખરીદી કરશે તો તેના પર રાજ્યના ટેક્સ ભરપાઇ થશે આથી રાજ્યો વચ્ચેની અસમાનતા દૂર થશે.

Qશરૂઆતનાતબકકે કઇ કામગીરી મહત્ત્વ રહેશે ?

Aહાલમાંતેમજ શરૂઆતના તબક્કે બે કામગીરી મહત્ત્વની રહેશે. 1- રજિસ્ટ્રેશન માઇગ્રેશન, 2- રિટર્ન ફાઇલ કરવાના જેમ જેમ સમય જતો જશે તેમ તેમ એસેસમેન્ટ, રિકવરી, એન્ફોર્સમેન્ટ વગેરે આવશે. અમારો સ્ટાફ તાલીમબધ્ધ છે અને જરૂર જણાશે તો સમય જતાં વધુ તાલીમ આપવામાં આવશે.

Qખરીદીઉપર મળતી આઇટીસી પાસઓન કરવી જરૂરી છે, જો ના કરવામાં આવે તો શું પગલા લેવાશે ?

Aહા.આઇટીસી પાસ ઓન કરવાથી કોઇપણ પ્રોડક્ટના ભાવ ધટશે. અન્યથા ભાવ વધવાની પૂરેપૂરી સંભાવના છે જો આઇટીસી પાસ ઓન નહીં કરેતો એન્ટી પ્રોફિય્યરિંગ્ કલોઝ દ્વારા પગલાં લેવાશે. માની લ્યો કે આઇટીસી મળતી નથી તો કમિશનર મારફતે કાઉન્સિલને રજૂઆત કરવાની રહેશે.

જીએસટી અંગે વેપારીમાં રહેલી મૂંઝવણના નિરાકરણ માટે વેટના જોઇન્ટ કમિશનર સંજય સક્સેના સાથે એક મુલાકાત