તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રેઈનડેડ યુવાનની કિડની, લીવરે 3ને જીવતદાન બક્ષ્યું

બ્રેઈનડેડ યુવાનની કિડની, લીવરે 3ને જીવતદાન બક્ષ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંબ્રેઈનડેડ યુવાનની બે કિડની અને લીવરે ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. રાજકોટમાં રહેતો અને જૂનાલાકડાંનો ધંધો કરતો 28 વર્ષનો દેવીપૂજક યુવાન રવી ગોવિંદભાઈ ભાણકિયા ગત બુધવારે પડી જતાં માથામાં ઈજા થવાથી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન ગત ગુરુવારે રવી કોમામાં સરી પડ્યો હતો. આથી ઓર્ગન ડોનેટ કરવા માટે કામ કરતી સંસ્થાના ડો.હિતા મહેતા સહિતની ટીમ વોકહાર્ટ હોસ્પિટલ પહોંચી હતી અને કોમામાં સરી પડેલા યુવાનના પરિવારજનોને ઓર્ગન ડોનેટ કરવા સમજાવ્યા હતા.

ડો.કાંત જોગાણીની સમજાવટથી દેવીપૂજક પરિવાર રવીની બે કિડની અને લીવર ડોનેટ કરવા સમંત થયા બાદ અમદાવાદની આઈકેડી હોસ્પિટલની ટીમ શુક્રવારે રાત્રે રાજકોટ આવી હતી અને રવીના ડોનેટ કરેલા અંગ લઈને અમદાવાદ પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...