તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યમાં ચોમાસાનો દમામભેર થયો પ્રારંભ

રાજ્યમાં ચોમાસાનો દમામભેર થયો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે વલસાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીના ગણદેવી અને બીલીમોરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત વાગરા, વાલિયા અને ઝઘડિયામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.નર્મદા જિલ્લામાંપણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા.જામનગર તાલુકાના ચંદ્રગઢ, લોઠીયા, ખારાબેરાજા ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા પંથકમાં બપોરે 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડા, જેસર, પાલિતાણા, તળાજા, મહુવામાં પણ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સોરઠ પંથકમાં ઠેર-ઠેર વરસાદ થયો હતો. જેમાં તાલાલાનાં બોરવાવમાં અઢી ઇંચ, ડોળાસામાં એક ઇંચ અને જૂનાગઢ, ઊના, કોડીનાર પંથકમાં વરસાદી ઝાંપટા પડયા હતાં. જયારે ભેંસાણમાં વાવણી લાયક વરસાદ થયો હતો.ઊના શહેરમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. અમરેલી જીલ્લામાં ખાંભામાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વડીયા પંથકમાં 1.5 ઇંચ, જાફરાબાદમાં 1 ઇંચ, અમરેલીમાં પોણો ઇંચ વરસાદ થયો હતો.બાબરા તાલુકાના દરેડ, કરીયાણા તથા આસપાસના ગામોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સાવરકુંડલા તાલુકામાં આજે બે થી ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો હતો.ગઢડા (સ્વામી)માં જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. માંડલ, ધોળકા અને સાણંદમાં પણ ઝાપટાંપડ્યાં હતાં. ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.

અમરેલી જીલ્લામાં ગઇકાલથી મેઘસવારીનો આરંભ થયો છે. ત્યારે આજે પણ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં હળવા-ભારે ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ખાંભા નજીક હોડી વિસ્તારમાં તો ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ક્યાં કેટલો વરસાદ

ભાવનગરમાં ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

ઘોઘંબાના પાલ્લા ગામે પતરા ઊડ્યા

ઘોઘંબાતાલુકાના પાલ્લા ખાતે બુધવારની રાત્રીએ વાવાઝોડા સાથે થયેલા વરસાદમાં ગામમાં 4 મકાનોના પતરા ઉડયા હતા. પતરાઓ ભેંસ ઉપર પડતા ભેંસના પગે ફ્રેકચર થયુ હતુ. અંદાજે લાખેક રૂપિયાનું નુકસાન થયાનું ભોગ બનનાર વ્યકિતઓએ જણાવ્યું હતું.

રાજુલા-જાફરાબાદ માર્ગ બંધ થયો

રાજુલા-જાફરાબાદરોડ પર લોઠપુર નજીક નબળા નાળાના કારણે માર્ગ વ્યવહાર ખોરવાયો હતો. ગઇકાલે અહિં નાળા પર એક વાહન ફસાઇ જતા બન્ને તરફનો વાહન વ્યવહાર અટકી પડયો હતો. ત્યારબાદ આજે પણ ફરી નાળામાં એક વાહન ફસાતા માર્ગ વ્યવહાર અટકતા બન્ને તરફ વાહનોની લાઇન લાગી ગઇ હતી.

સાવરકુંડલા તાલુકાના ગાધડકા ત્રણ ઇંચ વરસાદથી નહેરામાં ભારે પુર આવ્યું હતું. જેમાં બળદગાડું લઇ જતા ખેડૂત નારણભાઈ ભુરાભાઈ ડાવરા ગાડા સાથે તણાયા હતા. ખેડૂતની લાશ બે કલાક બાદ મળી હતી. ઘટનામાં યુવાન ખેડૂત અને એક બળદનું મોત થયું હતું.

બળદગાડા સાથે નહેરામાં તણાઇ જતા ગાધડકાના ખેડૂતનું મોત

વલસાડમાં સૌથી વધુ પાંચ ઇંચ, ભરૂચના વાગરામાં 4 ઇંચ, જામનગરમાં 3 ઇંચ, કોટડા સાંગાણીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો

શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ગણદેવી 1.5

સોરઠ પંથક 1.5

ખાંભા 02

કોટસાંગાણી 2.5

જામનગર 03

વાગરા 04

વલસાડ 05

વાવેતરનો પ્રારંભ (હેક્ટરમાં)

જિલ્લોમગફળી કપાસ

રાજકોટ300100

સુરેન્દ્રનગર370021500

જામનગર500200

જૂનાગઢ8600600

મોરબી102009100

દેવભૂમિદ્વારકા 100000

અમરેલી700700

અન્ય સમાચારો પણ છે...