તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોપટપરા અને લાલબહાદુર આવાસમાં પાણીના ધાંધિયા

પોપટપરા અને લાલબહાદુર આવાસમાં પાણીના ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

પોપટપરાઅને લાલબહાદુર શાસ્ત્રી વિસ્તારની આવાસ યોજનામાં છેલ્લા 3 દિવસથી પાણીના ધાંધિયા થતા ક્વાર્ટરધારકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પાઇપલાઇન લિકેજના કારણે પૂરતું પાણી પહોંચતું હોવાનો જવાબ સતત ત્રણ દિવસથી તંત્રવાહકો આપ્યા રાખે છે. અંતે વિસ્તારના કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ આંદોલનની ચીમકી આપતા તાબડતોબ પાણીના ટેન્કર ચાલુ કરવા પડ્યા હતા.

પોપટપરા અને લાલબહાદુર શાસ્ત્રી આવાસ યોજનામાં 400થી વધુ પરિવારો આવાસ યોજનામાં રહે છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણી માટે હેરાન થઇ રહ્યા છે. અંતે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ આંદોલનની ચીમકી આપતા તંત્રને તાબડતોબ ટેન્કર ચાલુ કરવાની ફરજ પડી હતી. વાલ્મીકિવાડી આવાસ યોજનામાં પણ છેલ્લા એક મહિનાથી પાણીનો આવો દેકારો બોલી રહ્યો છે. અંગે પણ ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...