• Gujarati News
  • National
  • યુનિ.ના અધ્યાપકને બેસ્ટ સંશોધન પેપરનો એવોર્ડ

યુનિ.ના અધ્યાપકને બેસ્ટ સંશોધન પેપરનો એવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ફરન્સમાં 1100 સંશોધન પેપરો રજૂ થયા

એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ચેન્નઇનાએસઆરએમ યુનિવર્સિટી ખાતે 9 થી 11 ઓગસ્ટ દરમિયાન ICONN-2017નું આયોજન કરાયું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધકોએ 13 સહિત કુલ 1100 સંશોધન પત્રો રજૂ થયા હતા જેમાં રાજકોટની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકના સંશોધનપત્રને બેસ્ટ પેપરનો એવોર્ડ એનાયત થયો હતો.

ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યાપક ડો.નિકેશ શાહે જણાવ્યું હતું કે ચેન્નઇની એસઆરએમ યુનિવર્સિટી દ્વારા ન્યુઝિલેન્ડ અને જાપાનના સહયોગથી ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં યુનિવર્સિટીના 30 અધ્યાપકોએ ભાગ લીધો હતો. પરિસંવાદમાં 22 દેશના સંશોધકો સહિત કુલ દેશ-વિદેશના 1300 સંશોધકો, અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1100 સંશોધકોએ ત્રણ દિવસમાં પોતાના સંશોધનપત્રો રજૂ કર્યા હતા.

1100 સંશોધન પત્રોમાંથી પાંચ સંશોધન પત્રોને બેસ્ટ પેપરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં એક સંશોધન પત્ર રાજકોટની ગવર્મન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા અને પીએચડી કરતા વિપુલ શ્રીમાળીના પેપરનો સમાવેશ થાય છે. વિપુલ શ્રીમાળીએ એન્હાસ મેગનેટોઇલેક્ટ્રિક પ્રોપર્ટિસ ઇન કો-ડોપેડ બીફીઓ, નેનોસીરામીકસ વિષય પર પોતાનું સંશોધનપત્ર તૈયાર કરી રજૂ કર્યું હતું. બેઝિકલી વિજચુંબકીય અસર પર કરાયેલા સંશોધનપત્રમાં વીજળી અથવા ચુંબકીય મેગ્નેટ બેમાંથી કોઇ એકને ચેન્જ કરવામાં આવતા થતી અસર વિશે સંશોધન રજૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...