• Gujarati News
  • National
  • ચૌધરી હાઇસ્કૂલમાં આજે સાંજે મટકી ફોડવા ગોવિંદા વચ્ચે જંગ

ચૌધરી હાઇસ્કૂલમાં આજે સાંજે મટકી ફોડવા ગોવિંદા વચ્ચે જંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

શહેરયુવા ભાજપ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ‘ગોવિંદા આલા રે મટકી ફોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત, જામનગર અને રાજકોટની કુલ 6 ટીમો ભાગ લેશે અને તેમની વચ્ચે કાંટે કી ટક્કર યોજાશે. યુવા ભાજપના મહામંત્રી ડો.નેહલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં મંગળવારે સાંજે ‘ગોવિંદા આલા રે મટકી ફોડ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સાંજે 7 વાગ્યે મટકી ફોડ સ્પર્ધાનો પ્રારંભ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. કાર્યક્રમના લાઇવ પ્રસારણ માટે ઊભા કરાયેલા એલઇડી સ્ક્રીન અને ડિજિટલ બોર્ડ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

આમ્રપાલી ફાટક પાસેનો મટકીફોડનો ફ્લોટસ.

યુવા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર કરાયું આયોજન

અન્ય સમાચારો પણ છે...