તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિવિધ સ્થળે સિટીબસના 50 રિકવેસ્ટ પોઇન્ટ ઊભા કરાશે

વિવિધ સ્થળે સિટીબસના 50 રિકવેસ્ટ પોઇન્ટ ઊભા કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજ્યસરકારના એસ.ટી.નિગમ જેવી સવલત હવે રાજકોટ મનપા સિટીબસમાં શરૂ કરવા જઇ રહી છે. નિયત કરાયેલા બસ સ્ટોપ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં રિકવેસ્ટ પોઇન્ટ પણ ઊભા કરાશે. પોઇન્ટ પર ઊભા રહીને લોકો હાથ ઊંચો કરે એટલે બસ ઊભી રહેશે. વધુમાં હાલ જેટલા મોટા બસસ્ટોપ છે તેમાના મોટાભાગના કંડમ હાલતમાં ફેરવાયેલા છે. તેનું પણ નવીનીકરણ કરવામાં આવશે.

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાના મુખ્ય 10 લક્ષ્યાંક પૈકીનું એક ટ્રાફિક સમસ્યામુક્ત રાજકોટ છે. તેના માટે માસ ટ્રાન્સપોર્ટેશન ઉપર મનપાએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીઆરટીએસ અને સિટીબસ સેવાને વધુમાં વધુ લોકભોગ્ય બનાવવામાં આવશે. કેટલીક વધારાની સુવિધા આપીને પણ લોકોને માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વાળવાનો અભિગમ રાખ્યો છે. દિશામાં સિટીબસ માટે ખાસ પ્રકારના રિકવેસ્ટ પોઇન્ટ ઊભા કરવામાં આવશે. જે રીતે એસ.ટી.માં લોકો હાથ ઊંચો કરે એટલે બસ ઊભી રહી જાય તેવી સવલત અપાઇ રહી છે, આવી સુવિધા મનપા સિટીબસ માટે આપશે. પ્રકારના રિકવેસ્ટ પોઇન્ટ માટે પ્રથમ તબક્કે 50 સ્થળ નક્કી કરાયા છે. બે મોટા સિટીબસ સ્ટોપ વચ્ચે જ્યાં લાંબુ અંતર હોય એવા સ્થળ પર આવા રિકવેસ્ટ પોઇન્ટ બનાવવામાં આવશે.

દરમિયાન સિટીબસ સેવાનો પ્રારંભ થયો ત્યારે આઉટ ડોર એડ એજન્સીને બીઓટીના ધોરણે બસસ્ટોપ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. બસસ્ટોપ પર જાહેરાતના હક્ક એડ એજન્સીને અપાયા હતા. તેની સામે એજન્સીએ બસસ્ટોપ પોતાના ખર્ચે બનાવ્યા હતા. એજન્સીએ ચાલુ કોન્ટ્રાક્ટ પડતો મૂકી દેતા એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવી હતી. હાલ મોટાભાગના બસસ્ટોપ જાળવણીના અભાવે ભંગાર હાલતમાં ફેરવાઇ ગયા છે. તેનું નવીનીકરણ કરવાનું પણ મનપાએ નક્કી કર્યું છે.

જો કે બીજી તરફ મનપાએ અત્યારે બનાવેલા બસ સ્ટેન્ડની હાલત અત્યંત કંગાળ છે. ઘણા બસ સ્ટેન્ડમાં તો ઘોડા બાંધી દેવામાં આવ્યા છે. ત્યાં પણ તંત્રે પગલાં લેવા જોઇએ તેવી માગ છે.

નવી સુવિધા | હાથ ઊંચો કર્યે બસ રોકાઇ જશે

મોટા પિકઅપ સ્ટેન્ડનું નવીનીકરણ થશે, પ્રતિ બસસ્ટોપ દીઠ રૂ.9 હજારના ખર્ચે રિનોવેશન થશે

અન્ય સમાચારો પણ છે...