તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોપીકેસમાં પકડાયેલા બે વિદ્યાર્થીને શંકાનો લાભ, વધુ 145 કેસનું હિયરિંગ કરાયું

કોપીકેસમાં પકડાયેલા બે વિદ્યાર્થીને શંકાનો લાભ, વધુ 145 કેસનું હિયરિંગ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં મંગળવારે એક્ઝામિનેશન ડિસિપ્લીનરી એક્શન કમિટી(ઇડીએસી)ની બેઠક યોજાઇ હતી જેમાં બે હોંશિયાર વિદ્યાર્થીઓના પેપરમાં કોઇ શખ્સે વ્યક્તિગત રાગદ્વેષ રાખી ઉત્તરવહી સાથે જવાબની કાપલી સ્ટેપ્લર કરી દીધાનું બહાર આવતા બન્ને વિદ્યાર્થીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે.

કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઇડીએસીની બેઠક સમક્ષ કુલ 145 કોપીકેસનું હિયરિંગ મંગળવારે કરવામાં આવ્યું હતું જેમાં 65 વિદ્યાર્થીઓ હાજર અને 80 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 145માંથી 29 કોપીકેસ માટે મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રમાંથી ભલામણ આવી હતી. જે રાજકોટ અને વઢવાણના બે વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાંથી જવાબની કાપલી સ્ટેપલ કરેલી મળી આવતા પેપર ચેકરે પરીક્ષા વિભાગને રિપોર્ટ કર્યો હતો.

જેના હિયરિંગ દરમિયાન બન્ને વિદ્યાર્થીઓએ જે વિષયમાં કોપીકેસ કરવામાં આવ્યા હતા તેને લગતા સવાલો પૂછવામાં આવતા તેઓએ ફટાફટ જવાબ આપી દીધા હતા અને તેમની કોલેજોમાં તપાસ કરાવતા બન્ને વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર હોવાનું બહાર આવતા તેમને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવ્યા છે.

ઉપરાંત 23 વિદ્યાર્થીઓએ વિષય બહારનું લખાણ જેવું કે પિક્ચરના ગીતો કે અન્ય કોઇ વાર્તા લખી હોય તેઓને 1 પરીક્ષાની સજા કરવામાં આવી હતી બે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં અશ્લીલ લખાણ લખ્યું હોય તેમને વન પ્લસ ટુ પરીક્ષાની સજા કરવામાં આવી હતી.

ઉપરાંત વેરાવળ કેન્દ્રમાંથી એમ.કોમ. સેમેસ્ટર-3ની પરીક્ષા આપતી સંગતાણી નિકિતાબેન હરેશભાઇ નામની વિદ્યાર્થિની પુસ્તકના પાના સાથે પકડાઇ જતા જુનિયર સુપરવાઇઝર અને ઓબ્ઝર્વર સાથે અસભ્ય અને અભદ્ર વાતો કરી કલાસરૂમ છોડી ભાગી ગઇ હતી અને સુરેન્દ્રનગરમાં વિરપાલ અનિરૂધ્ધ ઝાલા નામનો વિદ્યાર્થી બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષામાં બાજુના વિદ્યાર્થીના પેપરમાંથી નકલ કરતો હતો અને બાદમાં ઉત્તરવહી લઇને વર્ગખંડમાંથી જતો રહ્યો હતો અને પેપર પૂરું થયા બાદ ઉત્તરવહી પરત જમા કરાવી હતી બન્ને વિદ્યાર્થીઓને વન પ્લસ સિકસ પરીક્ષાની સજા કરી હતી. જ્યારે અન્ય 114 વિદ્યાર્થીઓને વન પ્લસ વન પરીક્ષાની સજા કરવામાં આવી છે.

રહસ્યમય ઘટના | ઉત્તરવહીમાં કોઇએ સ્ટેપલર મારી કાપલી જોડી દીધી હતી

અન્ય સમાચારો પણ છે...