તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કંપનીઓ તરફથી આશ્વાસન મળતા પેટ્રોલ ડીઝલ ડીલરોની હડતાળ મોકૂફ

કંપનીઓ તરફથી આશ્વાસન મળતા પેટ્રોલ-ડીઝલ ડીલરોની હડતાળ મોકૂફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ- ડીઝલના ભાવ રોજેરોજ બદલવાની પધ્ધતિના વિરોધમાં અગાઉ જાહેર કરેલ નો પર્ચેઝિંગ - સેલિંગ સ્ટ્રાઇક ડીલરોએ રદ કરી નાખતા આજે પેટ્રોલપંપ બંધ નહીં રહે. દિલ્હીમાં કંપનીના ઉચ્ચ અધિકારી સાથે દેશભરના પેટ્રોલપંપના સંચાલકોની એક બેઠક મળી હતી. જેમાં કંપની તરફથી ડીલરોને આશ્વાસન આપતા હાલ પૂરતો બંધનો નિર્ણય પાછો ખેંચી લેવાયો છે.

આજે શહેરના 45 અને જિલ્લાના 180 પેટ્રોલપંપ ચાલુ રહેવાથી વાહનચાલકોને ઝાઝી પરેશાની થશે નહીં. સંચાલકોના જણાવ્યાનુસાર શહેરમાં અંદાજિત 6 લાખ લિટર પેટ્રોલ ડીઝલનું વેચાણ દૈનિક થાય છે. એક દિવસની હડતાળને કારણે વાહનચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડતી જે કલ્પના બહારની ગણી શકાય પ્રકારે હોઇ શકત. જો કે વાહનચાલકોને રાહત મળી છે.

જિલ્લા પેટ્રોલ ડીલર્સ એસો.ના પ્રમુખ ધીમંતભાઇના જણાવ્યાનુસાર 1લી જુલાઇ સુધી પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવશે. 15મી જુલાઇના રોજ ભાવ નિર્ધારણની પધ્ધતિને એક માસ પૂરો થાય છે તેથી ભાવની સમીક્ષા કરાશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. રોજેરોજના ભાવ બદલાતા એક ડીલરને મહિનાનું રૂ.50 હજારનું નુકસાન જાય છે. ગણતરીએ શહેરમાં ડીલરોને રૂ. 2025000નું તથા જિલ્લામાં નુકસાનીનો આંકડો ત્રણ ગણો થઇ જાય છે.

રોજ-રોજ ભાવ બદલાતા ડીલરોને રોજનું હજારોનું નુકસાન જાય છે

અગાઉ આજની હડતાળનું એલાન અપાયું હતું જે પાછું ખેંચાયું

રીતે જાય છે નુકસાન

પેટ્રોલનાભાવ રોજેરોજ બદલાતા ડીલરને ફાયદો ખોછો અને નુકસાન વધારે જાય છે. વધારે ભાવમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કર્યા બાદ બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી જાય છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલના ભાવ વધ્યા પણ તેનાથી નુકસાનીની ભરપાઇ થઇ નથી.

નફાનીખાતરી આપવામાં આવી

પેટ્રોલપંપનાસંચાલકોની બેઠક દિલ્હી ખાતે મળી. સંચાલકોની મુખ્ય ડિમાન્ડ હતી કે, રોજેરોજના ભાવની પધ્ધતિ દૂર કરવામાં આવે, તેમજ કમિશન વધારવામાં આવે. કંપનીએ ખાતરી આપી છે કે, સંચાલકોને નુકસાની ભોગવવી પડશે તો ફરી આગળ રણનીતિ ઘડવામાં આવશે તેમ સંચાલકો-ડીલરો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...