• Gujarati News
  • National
  • બી.ડિવિઝન અને કુવાડવા પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગનું લોકાર્પણ

બી.ડિવિઝન અને કુવાડવા પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગનું લોકાર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| શહેર પોલીસના વધુ બે નવા પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ થશે. વર્ષોથી રામનાથપરા પોલીસ લાઇનમાં આવેલા બી.ડિવિઝનના ખખડધજ પોલીસ સ્ટેશનને રવિવારે નવું બિલ્ડિંગ પ્રાપ્ત થશે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારના પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે બી.ડિવિઝનના નવા પોલીસ સ્ટેશનનું સવારે 9.30 વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ કુવાડવા રોડ પર પટેલ વિહારની સામે કુવાડવા પોલીસ મથકના નવા બિલ્ડિંગનું પણ મુખ્યમંત્રીના હસ્તે જ લોકાર્પણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બી.ડિવિઝનનું હાલનું પોલીસ સ્ટેશન એ.ડિવિઝન પોલીસ મથકની હદમાં છે, તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હાલમાં બી.ડિવિઝન હદ વિસ્તારમાં આવેલું છે. બંનેના નવા બિલ્ડિંગના લોકાર્પણ સાથે બંને પોલીસ સ્ટેશન પોતાની હદ વિસ્તારમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...