• Gujarati News
  • National
  • 4 પેઢીમાંથી 2 કરોડનું કાળુનાણું પકડાયું, મોરબીમાં બે પંપમાં સર્વે

4 પેઢીમાંથી 2 કરોડનું કાળુનાણું પકડાયું, મોરબીમાં બે પંપમાં સર્વે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઅને મોરબીમાં ત્રણ પેટ્રોલપંપ પરનો સરવે પૂરો થઇ ગયો છે અને તેમાંથી 1.75 કરોડનું કાળુનાણું પકડાયું છેે. રાજકોટમાં બે પેઢી પાસેથી 32 લાખનું ડિસ્કલોઝ થયું છે. શુક્રવારે મેારબીના વધુ બે પંપમાં સરવે હાથ ધર્યો છે.

જૂનાગઢમાં ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી સાયમન અને વી.એમ. ડાંગરની આગેવાનીમાં યુનિક અને મહાસાગર પેટ્રોલપંપ તથા વિંગના અધિકારી વૈભવ અગ્રવાલની ટીમ દ્વારા મોરબીમાં ઓમકાર પેટ્રોલપંપ પર સરવે હાથ ધરાયો હતો. સરવેના અંતે ત્રણેય પંપના સંચાલકો પાસેથી 1.75 કરોડ રૂપિયાનું ડિસ્કલોઝર મળી આવ્યું છે.

આઇટી રેન્જ 2ના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરોએ રાજકોટમાં સોની બજારમાં અવની જ્વેલર્સ, રણછોડનગરમાં પ્રજાપતિ સમાજની વાડી સામે આવેલી પુષ્પમ્ ક્રિએશન અને રાજકોટ યાર્ડ (બેડી)માં એક કરિયાણાના વેપારીને ત્યા સરવેની હાથ ધરાયો છે. તપાસના અંતે પુષ્પમ્ ક્રિએશનમાંથી 22 લાખ રૂપિયા અને અવની જ્વેલર્સનું 10 લાખ રૂપિયાનું ડિસ્કલોઝર જાહેર થયું છે. નાગડવાળ પાસે સુખ પેટ્રોલપંપ અને જળેશ્વર મંદિર પાસેના શ્રીરામ પંપ ઉપર સરવે હાથ ધરાયો છે.

જ્વેલર્સ તથા અન્ય સ્થળેથી હિસાબી સાહિત્ય જપ્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...