• Gujarati News
  • National
  • ચેમ્બરના કાર્યક્રમમાં 25માંથી 14 કારોબારી સભ્યો ગેરહાજર

ચેમ્બરના કાર્યક્રમમાં 25માંથી 14 કારોબારી સભ્યો ગેરહાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેમ્બરએાફ કોમર્સના માધ્યમથી કલ્પસર યોજના અંગે સરકારમાં રજૂઆત કરવા માટે યોજના સમજવી જરૂરી હોવાથી ચેમ્બરમાં યોજનાના પ્રણેતા ડો.કાણેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કારોબારી સભ્યો અને ચેમ્બરના સભ્ય હોય તેવા એસોસિએશનના આગેવાનોને ખૂદ ચેમ્બર પ્રમુખ સમીર શાહે વ્યક્તિગત ફોન કરી બોલાવ્યા હતા. પરંતુ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સહિત 25માંથી 14 કારોબારી સભ્યો ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત બે-ત્રણ એસો.ના આગેવાનો હાજર રહ્યા હતા. પરથી સમીર શાહ પ્રમુખ બનતા મહાજનોમાં નારાજગી હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું.

છેલ્લા એક પખવાડિયાથી રાજકોટ ચેમ્બરના પ્રમુખપદે હત્યાકેસના આરોપી સમીર શાહની વરણી થઇ છે. સમીરની વરણી થતાની સાથે ચેમ્બરમાં વિવાદ શરૂ થયો હતો અને કારોબારીના બે સભ્યો ઉપેન મોદી અને સુનિલ વોરાએ રાજીનામા આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સમાં શુક્રવારે પત્રકાર પરિષદ અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો પાણીપ્રશ્ન કાયમી હલ કરવા માટે કલ્પસર યોજના અંગે સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવા અને પ્રોજેક્ટ શું છે તે સમજવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બરના 27માંથી બે સભ્યો રાજીનામું આપતા બાકીના 25 સભ્યોમાંથી પાંચ હોદેદારો અને અન્ય 6 કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા અને અન્ય 14 કારોબારી સભ્યો ગેરહાજર હતા. ઉપરાંત સમીર શાહે ચેમ્બરમાં અલગ અલગ 40 એસોસિએશન સભ્ય તરીકે જોડાયેલા છે, તેમના આગેવાનોને હાજર રહેવા મોબાઇલ ફોન કર્યા હતા, પરંતુ મોટાભાગના આગેવાનોએ ગેરહાજર રહેવાનુ પસંદ કર્યુ હતું.

ચેમ્બરના કાર્યક્રમમાં હુ તુ અને રતનિયા જેવો ઘાટ સર્જાયો હતો.

પ્રમુખ શાહે આગેવાનોને ફોન કરી બોલાવ્યા તો પણ આવ્યા

છેલ્લા ત્રણ દાયકાથી સૌરાષ્ટ્રને સમૃધ્ધ કરવા માટેની યોજના કલ્પસરને સાકાર કરવાને આડે અનેક વિઘ્ન આવ્યા છે, ત્યારે હવે યોજના રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હાથ ઉપર લઇ રહી છે અને સરકારમાં રજૂઆત કરી પ્રોજેટકનું કામ શરૂ થાય તેવા પ્રયત્નો કરશે. રાજકોટ ચેમ્બરમાં શુક્રવારે કલ્પસર પ્રોજેકટના પ્રણેતા ડો.અનિલ કાણેનુ પાવર પોઇન્ટ પ્રેઝટેશન રાખવામાં આવ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેજેક્ટ પાછળ 35 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે પરંત એક પૈસો પણ સરકારે કઢવાની જરૂર નથી. ખાનગી કંપની તમામ ખર્ચ ઉપાડી લેશે. પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખારોપટ વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યા છે, તેમાં ઘટાડો થશે. ઉપરાંત 4 લાખ હેકટર જમીન ફળદ્રુપ થશે અને 6000 મેગાવોટ વિજળી ઉત્પન થશે. ભાવનગરથી સીધા દહેજ પહોંચી શકાય તેથી સમય અને ઇંઘણમાં બચત થશે. પ્રોજેક્ટથી ફાયદો છે, કોઇ સાઇડ ઇફેક્ટ નથી.

હવે ચેમ્બર કલ્પસર યોજના માટે સરકારમાં રજૂઆત કરશે

અન્ય સમાચારો પણ છે...