તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીએસટી સંદર્ભે કાલે વીડિયો કોન્ફરન્સ થશે

જીએસટી સંદર્ભે કાલે વીડિયો કોન્ફરન્સ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

કેન્દ્રસરકારે જીએસટી લાગુ કર્યા બાદ વેપારીઓ અને ઉદ્યોગપતિ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અપૂરતી માહિતી અને યોગ્ય માર્ગદર્શનના અભાવે જીએસટીની અમલવારી સામે ભારે વિરોધ ઊઠી રહ્યો છે ત્યારે કેન્દ્રના જોઇન્ટ સેક્રેટરી દ્વારા ગુરુવારે સાંજે 5 વાગ્યે જીએસટી સંદર્ભે વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં જીએસટી સંદર્ભે આવેલી રજૂઆતોની માહિતી મેળવાશે અને તેના ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરાશે, જ્યારે ગુરુવારે સવારે મહેસૂલ સચિવની વીડિયો કોન્ફરન્સ થશે.

અન્ય સમાચારો પણ છે...