તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાહનચોર જૂનું બાઇક મૂકી બુલેટ લઇ છનન

વાહનચોર જૂનું બાઇક મૂકી બુલેટ લઇ છનન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાણિયાવાડી-4માંરહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા અર્જુન પરેશભાઇ લાખાણી નામના યુવાને અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યુવાન ગત તા. 24ના રોજ વિજય પ્લોટમાં બૂલેટનું કલરકામ કરતા વશરામ પેઇન્ટરને ત્યાં હતો ત્યારે એક શખ્સ અહીં આવી સારી કન્ડિશનવાળું બૂલેટ વેચાતું લેવાની પેઇન્ટરને વાત કરી હતી. જેથી પેઇન્ટરે યુવાન તરફ ઇશારો કરી ભાઇ વાહન લે-વેચનું કામ કરતા હોવાનું કહેતા તે શખ્સ યુવાન પાસે આવ્યો હતો. જેથી યુવાન વાણિયાવાડી-4માં રહેતા રોહિત સાપરિયાને તેનું બૂલેટ વેચવાનું હોવાનું કહી ત્યાં લઇ ગયો હતો. અહીં, અજાણ્યો શખ્સ તેનું જૂનું બાઇક મૂકી ચક્કર મારવાનું કહી બૂલેટ લઇ ગયો હતો અને ત્યારથી ગાયબ છે.

અન્ય સમાચારો પણ છે...