તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમૂલ દૂધના વિક્રેતાઓ 10ના સિક્કા નહીં લેતા ગ્રાહકો પરેશાન

અમૂલ દૂધના વિક્રેતાઓ 10ના સિક્કા નહીં લેતા ગ્રાહકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

નોટબંધીબાદ અલગ અલગ અફવાઓ ફેલાવવાના કારણે 10 રૂપિયાના સિક્કા મોટા ભાગના વેપારીઓએ લેવાના બંધ કરી દીધા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરે 10 રૂપિયાના સિક્કા લેવાનો ઈનકાર કરે તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઇ શકે તેવું નિવેદન આપતા સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી, પરંતુ ફરી એક વખત 10ના સિક્કાની રામાયણ શરૂ થઇ છે. અમૂલ દૂધના વિક્રેતાઓએ 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરતા ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે.

જે ચલણ ભારત સરકાર દ્વારા અમાન્ય કર્યું હોય તે ચલણ સ્વીકારવાનો કોઇ ઇનકાર કરી શકે. આમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનો વેપારીઓ તેમજ બેંકના કેશિયર ઇનકાર કરી રહ્યા છે. અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે જે વેપારી કે બેંક કેશિયર 10ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરે તેની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. રાજકોટ શહેરમાં અમૂલ દૂધનું વેચાણ કરતા રાજકોટ ડેરીના વિક્રેતાઓ ગૃહિણીઓ પાસેથી 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે. દૂધ વિક્રેતાઓના કહેવા મુજબ રાજકોટ ડેરીના સંચાલકો એજન્સીઓ પાસેથી 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરે છે તેથી ગ્રાહકો પાસેથી સિક્કા લેવામાં આવતા નથી. રાજકોટ ડેરી અને દૂધ વિક્રેતાઓ એક બીજાને ખો આપી રહ્યા છે અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

બેંક અને ડેરી સિક્કા નહીં લેતી હોવાનો વિક્રેતાઓનો બચાવ

સમસ્યા | વિક્રેતાઓ પાસેથી રાજકોટ ડેરી સિક્કા નથી લેતી

અન્ય સમાચારો પણ છે...