તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખાનગી સ્વિમિંગ પૂલમાં પણ એક્વા યોગ કરાવવાની વિચારણા

ખાનગી સ્વિમિંગ પૂલમાં પણ એક્વા યોગ કરાવવાની વિચારણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમનપાએ તા. 21મીએ મનપાના સ્વિમિંગ પુલમાં મહિલાઓ પાણીની અંદર સામૂહિક યોગ કરે તેવું આયોજન કરાયું છે. ઉપરાંત બાળકોથી માંડી વડીલો માટે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સામૂહિક યોગનું આયોજન કરાયું છે. મહિલાઓ માટેના એક્વાયોગ મનપાના પુલ ઉપરાંત શહેરથી નજીકમાં જ્યા ફાર્મ હાઉસ, ક્લબ હાઉસ કે અન્ય કોઇ ખાનગી સ્વિમિંગ પુલ હોય તેમાં આયોજન કરવાની વિચારણા ચાલતી હોવાનું મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું.

રાજકોટ મનપાએ વિશ્વયોગની ઉજવણી નવતર કાર્યક્રમ સાથે કરવાનું આયોજન કરાયું છે. મનપા સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ(કાલાવડ રોડ), શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર(રેસકોર્સ), શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર(કોઠારિયા રોડ) અને શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર(પેડક રોડ) પર ખાસ મહિલાઓ માટે સામૂહિક એક્વાયોગનું આયોજન કરાયું છે. 10 વર્ષથી વધુ ઉંમરની તરુણીથી માંડી ગૃહિણીઓ માં જેમને સ્વિમિંગની પૂરેપૂરી જાણકારી હોય તેઓ એક્વાયોગમાં ભાગ લઇ શકશે. કાર્યક્રમ માટે મહિલા કોચ દ્વારા અગાઉથી તાલીમ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે.

દરમિયાન મનપાના સ્વિમિંગ પુલમાં વધુમાં વધુ 500 મહિલાઓ સમાવી શકાય તેમ છે. ચારેય સ્વિમિંગપુલમાં ગણીને વધુમાં વધુ 2000 મહિલાઓ ભાગ લઇ શકે તેમ હોય મનપાએ શહેરની નજીકમાં કોઇના ફાર્મ હાઉસમાં, ક્લબ રિસોર્ટમાં કે અન્ય કોઇ ખાનગી સ્વિમિંગ પુલ હોય ત્યાં એક્વાયોગનું આયોજન કરવાની વિચારણા કરી છે. તેના માટે શક્યતા ચકાસવી અને ખાનગી સ્વિમિંગ પુલના માલિકનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. શક્ય તેટલી વધુ મહિલાઓ એક્વાયોગમાં ભાગ લઇ શકે અને રાજકોટ એક નવો કીર્તિમાન સ્થાપિત કરે તેવા પ્રયાસો મનપાના છે.

અન્ય સમાચારો પણ છે...