તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના રાજમાર્ગો પર પ્રથમ તબક્કે 487 CCTV કેમેરા મુકાશે

રાજકોટના રાજમાર્ગો પર પ્રથમ તબક્કે 487 CCTV કેમેરા મુકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા માટે 1000 સીસીટીવી મૂકવાનું આયોજન છે. ભાગ લેનાર બન્ને એજન્સી પાસે લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરી ટ્રાયલ જોયા બાદ નેગોસિએશનમાં સૌથી વધુ ભાવ ઓછા કરી આપનાર હનિવેલ પ્રા.લિ.ને કામ આપવાનું નક્કી થયું છે. પ્રથમ તબક્કામાં 487 સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. તેની સાથે 10 ડિસ્પ્લે બોર્ડ, 125 વાઇફાઇ એક્સેસ પોઇન્ટ, 25 એન્વાયરમેન્ટ સેન્સર પણ લગાવાશે તેમ ગુરુવારે મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાની અને મેયર ડો.જૈમન ઉપાધ્યાયે બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ હતી.

રાજકોટના હરવા ફરવાના જાહેર સ્થળો, રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મૂકવા માટે ક્યા માર્ગો પર કઇ જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવા સહિતનું પ્લાનિંગ થઇ ચૂક્યું છે. હનિવેલ કોર્પોરેશન નામની એજન્સી ટેન્ડર પ્રક્રિયામાં ફાઇનલ થઇ છે. સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા મૂકવાની યોજનાનો અંદાજિત ખર્ચ રૂ.70 કરોડનો છે. પૈકી પ્રથમ તબક્કામાં રૂ.47.50 કરોડનો ખર્ચ થશે. મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાની અને મેયર ડો.જૈમન ઉપાધ્યાયે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, શરૂઆતમાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા મુકાશે. પ્રથમ ફેઝમાં 487 કેમેરા મુકાશે. તેની સાથે 10 ડિસ્પ્લે બોર્ડ, 125 વાઇફાઇ એક્સેસ પોઇન્ટ ડિવાઇસ, 25 આઇઓટી(એન્વાયરમેન સેન્સર એટલે કે, પ્રદૂષણનું માપ) દેખાડતા ડિજિટલ બોર્ડ મુકાશે.

10 ડિસ્પ્લે બોર્ડ, 125 વાઇફાઇ પોઇન્ટ, 25 ઇન્વાયરમેન્ટ સેન્સર પણ લાગશે

અન્ય સમાચારો પણ છે...