તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • P. & B. સ્કૂલે મંજૂરી વગર શાળાનું સ્થળ ફેરવી નાખ્યું

P. & B. સ્કૂલે મંજૂરી વગર શાળાનું સ્થળ ફેરવી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસે આવેલી પી. એન્ડ બી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી વગર પ્રાઇમરી સ્કૂલને રેલનગરમાં ફેરવી નાખતા વિવાદ સર્જાયો છે અને ડીઇઓએ મુદ્દે સ્કૂલ પર દોડી જઇ તપાસ આદરી છે, તેમજ સ્કૂલને નોટિસ ફટકારી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર.સગારકાએ જણાવ્યું હતું કે, હેમુ ગઢવી હોલ પાસે આવેલી પી. એન્ડ બી. સ્કૂલના સંચાલકોએ ધો.1 થી 8ને રેલનગરમાં ફેરવવા ડીઇઓ કચેરીમાં અરજી કરી હતી. જેની તપાસ માટે ગયેલી ડીઇઓ કચેરીની ટીમનો રિપોર્ટ નેગેટિવ આવતા પી. એન્ડ બી. સ્કૂલને રેલનગરમાં ફેરવવા માટે મંજૂરી આપવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આમ છતાં ડીઇઓ તંત્રનો નિર્ણય આવ્યા પહેલા સ્કૂલના સંચાલકોએ પોતાની સ્કૂલ હેમુ ગઢવી હોલમાંથી રેલનગરમાં ફેરવી નાખી હતી.

જે અંગેની ફરિયાદ મળતા રૂબરૂ સ્કૂલ પર જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં સ્કૂલ પાસે રેલનગરમાં માધ્યમિક સ્કૂલની મંજૂરી હોવાનું અને પ્રાઇમરી સ્કૂલ ડીઇઓ કચેરીની મંજૂરી વગર ફેરવી નાખ્યાનું બહાર આવ્યું હતું. આથી સરકારના નીતિ નિયમો મુજબ તેમની સામે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાઇમરી સ્કૂલને હેમુ ગઢવી હોલ પાસેથી સીધી રેલનગરમાં ખસેડાતા વાલીઓમાં રોષ

અન્ય સમાચારો પણ છે...