તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોમાસાના બહાને ભૂલકાઓની નગરી ફનસ્ટ્રીટ 18મીથી બંધ થશે

ચોમાસાના બહાને ભૂલકાઓની નગરી ફનસ્ટ્રીટ 18મીથી બંધ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારેસકોર્સમાં દર રવિવારે મનપાના સહયોગથી યોજાતી ફનસ્ટ્રીટમાં માહોલ આનંદદાયક બની જાય છે. ભૂલકાઓ રીતસર રવિવારની આતુરતાથી રાહ જોઇને બેઠા હોય છે. ક્યારે રવિવાર આવે અને ક્યારે ફનસ્ટ્રીટમાં કિલ્લોલ કરવા પહોંચી જઇએ. બાળકોની નગરી ચોમાસાના બહાને બંધ કરવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. 18મીએ છેલ્લી વખત યોજાશે. હાલ તો એવું બહાનું કાઢવામાં આવ્યું છે કે, ચોમાસા દરમિયાન બાળકોને મુશ્કેલી પડે છે. તેની સામે વાસ્તવિકતા છે કે, રેસકોર્સ સંકુલમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં બંધ કરવા પાછળ કારણ કંઇ જુદું હોવાની ચર્ચા છે.

ફનસ્ટ્રીટ સમગ્ર શહેરના બાળકોની પ્રિય બની ગઇ છે. વહેલી સવારથી રેસકોર્સમાં બાળકોનો કિલ્લોલ ગૂંજવા લાગે છે. ફનસ્ટ્રીટથી રાજકોટને ચિત્રનગરી બનાવવાની પ્રેરણા મળી હતી. નાના પાયેથી શરૂ થયેલી ફનસ્ટ્રીટ ટૂંકાગાળામાં લોકપ્રિય બની ગઇ છે.

બાળકોની ફનસ્ટ્રીટ ઉપર કોઇ ચોક્કસ કારણથી તરાપ લાગી રહી છે. સત્તાવાર કારણ તો એવું જણાવાય છે કે, ચોમાસાના કારણે બાળકોને મુશ્કેલી પડે માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ પડદા પાછળ કંઇક બીજુ રૂંધાઇ રહ્યું છે. મહાપાલિકા દ્વારા શરૂ થયેલી બિનજરૂરી કનડગત અને તંત્રના દબાણથી ફનસ્ટ્રીટ બંધ થઇ રહી છે.

ચાર મહિના સુધી બંધ રાખવાના નિર્ણયથી બાળકો નિરાશ

અન્ય સમાચારો પણ છે...