તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખંભાળા પર નર્મદા નીર ઓછા મળતા સમયપત્રક ખોરવાયું

ખંભાળા પર નર્મદા નીર ઓછા મળતા સમયપત્રક ખોરવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મુખ્યમંત્રીવિજય રૂપાણી ગુરુવારથી બે દિવસ તેમના હોમટાઉનમાં છે. તેમના આગમન ટાંણે પણ પાણી વિતરણના ધાંધિયા યથાવત્ રહ્યા હતા. ખંભાળા-ઇશ્વરિયા લાઇન પર નર્મદાની આવક જરૂરિયાતથી ઓછી થતા ન્યૂ રાજકોટના વોર્ડ નં.7 અને 14માં સમયપત્રક વેરવિખેર થઇ ગયું હતું. ઉપરાંત વોર્ડ નં.3 અને 5ની અનેક સોસાયટીમાં પણ પાણીનો કકળાટ ઊભો થયો હતો.

રાજકોટને છેલ્લા ઘણા સમયથી નર્મદાની પૂરતી આવક મળવામાં ગાબડાં પડ્યા રાખે છે. હાલ રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા એકમાત્ર નર્મદાના ભરોસે ચાલી રહી છે. નર્મદાનો થોડોઘણો જથ્થો પણ ઓછો મળે એટલે વિતરણ વ્યવસ્થા વેરવિખેર બની જાય છે. ખંભાળા-ઇશ્વરિયા લાઇન પર મળવાપાત્ર નર્મદાનો જથ્થો અપૂરતો આવતા ન્યૂ રાજકોટના વોર્ડ નં.7 અને 14માં ધાંધિયા થયા હતા. ક્યાંક મોડું વિતરણ તો ક્યાંક ધીમા ફોર્સે પાણી મળ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.

દરમિયાન વોર્ડ નં.3 અને 5માં છેલ્લાં ઘણા સમયથી પાણીના ધાંધિયા ચાલ્યા આવે છે. ક્યારેક ઓચિંતો પાણીકાપ તો ક્યાંરેક મોડું અને અપૂરતું વિતરણ થઇ રહ્યું છે. કાયમી બનેલી ગયેલી સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકો મનપા કચેરીએ દોડી આવ્યા હતા. વોર્ડ નં.3 અને 5માં પાણી ઉપરાંત રોડની સમસ્યા અંગે પણ સિટી ઇજનેરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

ચોમાસું ઢૂંકળુ આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં પાણીના પોકાર શરૂ થયા છે. નર્મદાના નીર નિયમિત મળતા રહે તેવી નક્કર વ્યવસ્થા જરૂરી છે.

વોર્ડ નં.3, 5, 7 અને 14માં સમયપત્રક વેરવિખેર, મનપામાં ટોળાંની ઉગ્ર રજૂઆત

અન્ય સમાચારો પણ છે...