તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માલધારી વસાહત માટે હજુ જમીન ફાળવણીના પણ નેઠા નથી

માલધારી વસાહત માટે હજુ જમીન ફાળવણીના પણ નેઠા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો પરથી રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા શહેરની ભાગોળે એનિમલ હોસ્ટેલ બનાવવાની યોજનાનું બાળમરણ થઇ ગયું હતું. પછી છેલ્લા એક દસકાથી જેની માત્ર વાતો થઇ રહી હતી માલધારી વસાહત યોજના ફરી ઉખેડવામાં આવી હતી. માલધારી વસાહત માટે શહેરથી દૂર ત્રંબા પાસે, પાડાસણ સહિત ચાર સ્થળ નક્કી કરાયા હતા. કલેક્ટર અને મ્યુનિ. કમિશનરે સાથે સ્થળ વિઝિટ પણ કરી હતી. જગ્યાની સત્તાવાર ફાળવણીની પ્રક્રિયા સરકારમાં અટકી પડી છે. આયોજનના હજુ કોઇ નેઠા હોવાનું જાણવા મળતા માલધારી આગેવાનોએ વધુ એક વખત મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીને રૂબરૂ રજૂઆત કરી હતી.

ઢોર સાથે પશુમાલિકનો પરિવાર પણ રહી શકે તેવા આશયથી મનપાએ માલધારી વસાહત બનાવવાનો ફાઇનલ નિર્ણય કર્યો છે. વસાહતમાં માલધારી માટે આવાસ, લાઇટ, પરિવારના બાળકો માટે શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધા આપવાનું પણ આયોજન છે. જો કે બધી વાત હજુ અધ્ધરતાલ છે.

માલધારી વસાહત માટે ચારેક મહિના પહેલા સ્થળ પસંદગી કરી નાખવામાં આવી છે. મ્યુનિ. કમિશનર, કલેક્ટર, મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ પર સંયુક્ત રીતે મુલાકાત પણ લીધી હતી. પછી વાત ત્યાં અટકેલી પડી છે. વસાહત માટે સરકાર પાસેથી હજુ જમીનની ફાળવણી મળી નથી. વાત જાણવા મળતા માલધારી આગેવાન રાજુ જુંજા, રણજીત મુંધવા, ભીખાભાઇ પડસારિયા, જીજ્ઞેશભાઇ સભાડ, ચિરાગ મેવાડા, રમેશ જુંજા, મયૂર ધોળકિયા, ભરત ધોળકિયા, લાલાભાઇ સાંગડિયા, લીંબાભાઇ વરૂ, બાબુભાઇ ઝાપડા, ગોપાલભાઇ સરિયા સહિતના વધુ એક વખત મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીને રજૂઆત કરવા માટે ગયા હતા. કમિશનરે એવી ખાતરી આપી હતી કે, જમીનનો કબજો સોંપવા અંગેની ફાઇલ કલેક્ટર તંત્ર હસ્તક સરકારમાં ચાલી રહી છે. વહેલીતકે ફાળવણી થઇ જશે.

શહેરની ભાગોળે નક્કી કરાયેલી જમીનની સત્તાવાર રીતે ફાળવણીની પ્રક્રિયા સરકારમાં અટકી પડી છે

અન્ય સમાચારો પણ છે...