તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વસીમ નઈમના સંપર્કો સીરિયા સુધી હોવાથી તપાસ NIAને સોંપો :ATS

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસીમ-નઈમના સંપર્કો સીરિયા સુધી હોવાથી તપાસ NIAને સોંપો :ATS

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઅને ભાવનગરમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદી તેવા સગાં ભાઇ વસીમ આરીફભાઇ રામોડિયા અને નઈમ આરીફભાઇ રામોડિયાના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. જેથી કેસની તપાસ હવે ગુજરાત કે અન્ય રાજ્યો પૂરતી મર્યાદિત નહીં રહીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી છે. જેથી કેસની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવે તેવી માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી છે. જે માટે એટીએસએ ગુજરાત સરકારના ગૃહ વિભાગને પત્ર લખીને તપાસ એનઆઈને સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. એટીએસના પત્રની હાલમાં ગૃહ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં કેસની તપાસ એનઆઈએને સોંપી દેવાશે તેવું ગૃહ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વૂલ્ફ એટેક કરવાની યોજના બનાવી રહેલા આઈએસઆઈએસના બે આતંકવાદી વસીમ અને નઈમની એટીએસએ તા.28 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બંને ભાઇઓ પાસેથી બોંબ બનાવવાની સામગ્રી, બોંબ બનાવવાનું સાહિત્ય, મોબાઈલ ફોન સહિતની સામગ્રી મળી આવી હતી. એટીએસએ બંને ભાઇઓના મોબાઈલ ફોનની તપાસ કરતા બંનેભાઇઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના આઈએસઆઈએસના કેટલાક હેન્ડલરના સંપર્કમાં હતા. તે હેન્ડલરો સાથે બંને ભાઇઓએ ટેલિફોનિક વાતચીત તેમજ મેસેજની આપ-લે કરી હતી.

જેમાં બંને ભાઇઓએ લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વસીમ અને નઈમના કેસની તપાસ ગુજરાત કે અન્ય રાજ્યો સુધી મર્યાદિત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનું એટીએસની તપાસમાં પુરવાર થયું છે. જેથી કેસની તપાસ એનઆઈએને સોંપવાની રજૂઆત કરવામાં આવી છે.

નઇમ

વસીમ

તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાથી તપાસ માટે એટીએસે ગૃહને પત્ર લખ્યો

બંને ભાઇ દિલ્હી, મહારાષ્ટ્ર અને UPના ISIના હેન્ડલરના સંપર્કમાં હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો